Gujarat Politics : ભાજપમાં ફરીથી પક્ષપલટુઓને મોટાભા કરાતા પક્ષના કાર્યકર્તાઓની નારાજગી વહોરી લેવાનો વારો આવ્યો છે. ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં ચેરમેન પદ માટે મેન્ડેટ આપવાને લઈ અસંતોષ સર્જાતા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે પક્ષને રાજીનામું ધર્યું છે. અઢી વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી આવેલા સભ્યને ચેરમેનનું મેન્ડેટ આપતા તેમણે રાજીનામું આપ્યું છે. આમ, ભાજપના જૂના કાર્યકર અને સદસ્યના રાજીનામાને લઈ ખળભળાટ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેન્ટેડ બારોબાર આપી દેવાયો 
ખેડબ્રહ્મા જુની માર્કેટયાર્ડમાં ગુરૂવારે અઢી વર્ષ માટે ચેરમેનની ચૂંટણી બપોરે 12 વાગ્યે યોજાઇ હતી. જેમાં ભાજપે મેન્ડેટ પ્રથા યથાવત રાખી હતી. ભાજપે અઢી વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હીરાભાઈ પટેલને માર્કેટના નવા ચેરમેન બનાવવા મેન્ડેટ આપ્યો હતો. જેથી તેઓ બિનહરીફ ચૂંટાયા છે. આ કારણે ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં રાજકારણ ગરમાયું છે. 


પાયાના કાર્યકર્તાઓની અવગણના
પક્ષમાં આયાતી ઉમેદવારને મેન્ડેટ અપાતા સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. ભાજપ અને જિલ્લા પંચાયત સદસ્ય પદેથી રાજીનામું સોંપ્યું છે. તેમણે રાજીનામું આપતા જણાવ્યું કે, ભાજપના પાયાના કાર્યકરોની અવગણના થાય છે. ભાજપમાં હવે નિષ્ઠાવાન કાર્યકરોની અવગણવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસમાંથી આવેલાને હોદ્દા આપી દેવાઇ છે અને સિનિયર કાર્યકતાઓને પણ કોરાણે મૂકી દેવામાં આવે છે. 


બે જીગરજાન મિત્રો કેવી રીતે બની ગયા એકબીજાના વેરી, કોણ છે ગુજરાતી ગાયક વિજય સુંવાળા જેની સામે થઈ ફરિયાદ


આમ, ફરી એકવાર ભાજપમાં આંતરિક કકળાટ જોવા મળ્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં ચાલી રહેલો આંતરિક કકળાટ બહાર આવ્યો હતો. મોટાપાયે ભાજપના કાર્યકરોએ નારાજગી દર્શાવી હતી, જેનું કારણ અન્ય પક્ષમાંથી આવતા આયાતી ઉમેદવારોને પ્રાધાન્ય અને પદ આપવામા આવતું હતું. ભાજપનો દબાયેલો અવાજ હવે તિરાડોમાંથી બહારઆવી રહ્યો છે. ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે રાજીનામુ આપી દીઘુ છે અને જણાવ્યું છે કે, માર્કેટયાર્ડમાં સેન્સ પ્રક્રિયાની બહુમતીના વિરોધમાં આયાતી ઉમેદવારને મેન્ડેટ આપી મૂળ ભાજપના સિનિયર કાર્યકર્તા અને આગેવાનોની અવગણના કરી છે અને સાબરકાંઠાના સંગઠનની કાર્યશૈલીના વિરોધમાં ભાજપના પ્રાથમિક સભ્ય પદ અને યુવા મોરચા પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ છે.


તો બીજી તરફ મેન્ટેડ મેળવીને બિનહરીફ ચૂંટાનાર હીરાભાઈ પટેલે જણાવ્યું કે, ભાજપ પક્ષે મને અઢી વર્ષ માટે માર્કેટયાર્ડના ચેરમેનનો મેન્ડેટ આપ્યો હતો અને ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયો છું. 


લક્ઝુરિયસ અને સૌથી મોંઘી ગાડીઓ ગુજરાતમાં પાણીના ભાવે મળશે, આ છે ખરીદવાની ઉત્તમ તક