ચૂંટણી પહેલા કોંગ્રેસીઓ માટે લાલ જાજમ પાથરનાર ગુજરાત ભાજપને હવે લાગ્યો આ ડર!
BJP Sadasyata Abhiyan : ચૂંટણી પહેલા ભરતી મેળો યોજનાર ભાજપને હવે સદસ્યતા અભિયાનમાં કોંગ્રેસીઓના ઘૂસી જવાનો ડર કેમ લાગે છે
Gujarat Politics : લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પક્ષપલટુઓ માટે લાલજાજમ પાથરી હતી. ભરી ભરીને કોંગ્રેસી અને આપના નેતાઓની ભાજપમાં ભરતી કરી હતી. જેને કારણે ભાજપને પોતાના જ કાર્યકર્તાઓનો રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે સદસ્યતા અભિયાનમાં કોંગ્રેસીઓની આવવાની દહેશત ભાજપને છે. તેથી હવે દૂધના દાઝ્યા ફૂંકી ફૂંકીને છાશ પીવે તેવો ઘાટ રચાયો છે. સદસ્યતા અભિયાનમાં ભાજપને કોંગ્રેસીઓ ઘૂસી જવાનો ડર છે. તેથી ભાજપે એક નિયમ બનાવ્યો છે.
ભાજપે રેફરન્સ એડ કર્યો
આ પહેલાના ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાજપે મોટો લોચો માર્યો હતો. તે સમયે અનેક કોંગ્રેસીઓને ભાજપનું સદસ્યતા પદ આપી દેવાયું હતું. ત્યારે હવે આ વખતે અભિયાનમાં નવા નિયમનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવા સભ્યની નોંધણીમાં સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરથી લઈને પદાધિકારી અને આગેવાનો તેમજ સક્રિય સભ્યોનો રેફરન્સ કે તેમનો નંબર ફરજિયાત બનાવાયો.
આ નિયમથી કોંગ્રેસ કે અન્ય વિપક્ષી પક્ષોના કાર્યકરો ખોટી રીતે સભ્યપદ નહિ મેળવી શકે. અગાઉના સદસ્યતા અભિયાનમાં ભાજપની આબરુના લીરેલીરા ઉડ્યા હતા. તેથી આ ભૂલ ફરી ન થાય તે માટે ભાજપે ધ્યાન રાખ્યું છે.
વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ
ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવા છે
ગુજરાતમાં ભાજપે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4.80 કરોડની આસપાસ છે. તેથી ભાજપે વર્ષ 2027 ની ચૂંટણીઓ જીતવા માટે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપને 1.88 કરોડ મત મળ્યા હતા.
ધારાસભ્યો અને સાંસદોને આપ્યો ટાર્ગેટ
ભાજપે પોતાના ધારાસભ્યો અને સાંસદોને નવા સદસ્યો બનાવવા મોટો ટાર્ગેટ આપ્યો છે. સદસ્યતા અભિયાન 15 ઓક્ટોબર સુધી ચાલશે. તેમાં દરેક સાંસદને 10 હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં 7 લાખ નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ અપાયો છે. તો બીજી તરફ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે 5 હજાર અને વિસ્તારમાં 1 લાખ નવા સભ્યોની નોંધણી કરાવવા કહ્યું છે.
નવા સભ્યની નોંધણી માટે ધારાસભ્ય, સાંસદ કે સ્થાનિક કોર્પોરેટર, જિલ્લા તાલુકા કે પાલિકાના સભ્યનો રેફરન્સ નંબર એડ કરવા કહેવાુયં છે.
પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે