વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ

Deep Depression Attack In Gujarat : રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે વરસાદ રહેશે. આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે, તેવી શક્યતાઓ છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં, તે અત્યારથી નક્કી કહી શકાય નહીં. પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે. જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે.
 

ચોમાસાએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું

1/5
image

ચોમાસાએ પોતાનો અસલી રંગ બતાવવાની શરૂઆત કરી દીધી છે. લગભગ સમગ્ર દેશમાં વરસાદનો માહોલ ચાલુ છે. દિલ્હીમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ વરસાદનો કહેર જોવા મળ્યો છે. તો એનસીઆરમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી છે. ભારતીય હવામાન વિભાગે ફરીથી 5 સપ્ટેમ્બરે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસો સુધી ગુજરાતથી આંઘ્રપ્રદેશ સુધી મુશળાધાર વરસાદનો માહોલ રહેશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, કર્ણાટક, રાજસ્થાન અને નોર્થ ઈસ્ટ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.  IMD એ આ રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો આંધ્રપ્રદેશ અને તેલંગાના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.   

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની

2/5
image

મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું દબાણ બની રહ્યું છે. આ કારણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાથી જોડાયેલા સમુદ્રી વિસ્તારોમાં 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાશે. અરબ સાગરમાં ચક્રીય દબાણ બનેલું છે, જે ભારતથી લઈને ઓમાન સુધી ફેલાયેલું છે. આ કારણે આ વિસ્તારમાં તોફાનની શક્યતા છે. જેને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 

બંગાળની ખાડીનું ચોમાસું આગળ વધ્યું

3/5
image

ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં, આસામ અને અરુણાચલ સહિત બિહાર, બંગાળ, ઝારખંડમાં વરસાદની સંભાવના છે. અહીં, બંગાળની ખાડીમાંથી ચાલી રહેલું ચોમાસું આંધ્ર પ્રદેશ, તેલંગાણાથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે આજે તેલંગાણા, આંધ્ર અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે અને મહારાષ્ટ્રના દક્ષિણ-પૂર્વમાં સારો વરસાદ થઈ શકે છે.  

ગુજરાત તરફ આવી રહ્યાં છે વાદળો

4/5
image

મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ત્રણ દિશામાંથી ફાયદો મળી રહ્યો છે. પ્રથમ, દક્ષિણ તરફથી આવતા વાદળો જે ગુજરાત રાજસ્થાન તરફ વળ્યા પછી મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગને અસર કરી રહ્યા છે. બીજું, બિહારથી ઉતરતા વાદળો રાજ્યના પૂર્વ ભાગને અસર કરી રહ્યા છે અને ઉત્તરથી ઉતરતા વાદળો ઉત્તરીય ભાગને અસર કરી રહ્યા છે. તેથી, દિવસ દરમિયાન રાજ્યના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વરસાદની સંભાવના છે, જ્યારે બપોરે દક્ષિણ-પૂર્વ દિશામાં વરસાદની સંભાવના છે.

વધુ એક ખતરાની ચેતવણી

5/5
image

આંધ્રપ્રદેશ, દિલ્હી-એનસીઆર, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત અન્ય ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સ્થિતિ વણસી છે. હવામાન વિભાગ (IMD) એ હવે વધુ એક ખતરાની ચેતવણી આપી છે. આઈએમડીના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર વિકસિત થયું છે. તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓના મતે આગામી 24 કલાક હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંગાળની ખાડીમાં બદલાયેલી સ્થિતિને કારણે પશ્ચિમ બંગાળથી લઈને ઓડિશા સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાનમાં ફેરફારની અસર બિહાર અને ઝારખંડમાં પણ જોવા મળી શકે છે.