ચેતન પટેલ/સુરત :તક્ષશિલા અગ્નિકાંડના રિયલ હીરો જતીન નાકરાણી, જેણે અનેત વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા, તે હાલ પથારીવશ છે, હાલત દયનીય છે. તેઓ કોમામાં સરી પડ્યા હતા, જેના બાદ તેઓ બહાર તો આવ્યા, પરંતુ હાલ પેરાલિસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે તેમની આ આર્થિક સ્થિતિમા ભાજપે મોટી મદદ કરી છે. પરિવારે મદદની અપીલ કરતા ભાજપ દ્વારા 5 લાખની સહાય કરવામાં આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના બજરંગ રો હાઉસ વિભાગ-2 માં જતીન નાકરાણીનું ઘર આવેલું છે. જે ઘર બેંક લોન હેઠળ છે. સુરતની સૌથી મોટી આગ હોનારત તક્ષશિલા અગ્નિકાંડમાં લોકોના જીવ બચાવવા તેમણે પોતાના જીવ જોખમમાં મુક્યો હતો, અને આજે જતીનની હાલત ગંભીર બની છે. જતીનની આંખનું ઓપરેશન પણ કરાવવાનું છે. સાથે સાથે બેંક લોન પર ઉભી છે. ત્યારે બેંક દ્વારા ઘરને નોટિસ આપવામાં આવી છે. ઘરના બહાર બેંક દ્વારા નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. ત્યારે પરિવારજનો મિત્રા વર્તુળ દ્વારા પણ જતીનની મદદ માટે અભિયાન ચલાવવામાં આવી રહી છે. જેને પગલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જતીનના ખબર અંતર પૂછી તેને ચાર લાખની સહાય કરવામાં આવી છે. ત્યારે આવી મોટી દુર્ઘટનામાં પોતાના જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવનારને વધુમાં વધુ લોકો સહાય કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક પેપરલીક ; PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં સીલ તૂટેલા નીકળ્યા 


નવપરિણીત દંપતીનુ લગ્નજીવન બે મહિના પણ ન ટક્યુ, એનિવર્સરી ઊજવવા બહાર નીકળ્યું અને અકસ્માતમાં મોત મળ્યું

IPL 2022 Final ; સ્ટેડિયમ બહાર સવારથી જ ફેન્સનો જમાવડો, રાજસ્થાનથી આવેલા દર્શકોનો પણ ગુજરાતની ટીમને સપોર્ટ


ગુજરાત સરકારે ટોચના 2 અધિકારીઓને આપ્યુ 8 મહિનાનુ એક્સટેન્શન, ચૂંટણી સુધી કામ કરશે


ગુજરાતનું ગર્વ છે આ નાનકડુ ગામ, જે દૂષિત પાણીને પણ બચાવીને તેમાંથી કરે છે કમાણી


રક્તરંજિત રવિવાર ; રાતથી સવાર સુધી 3 અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા