મોઢવાડિયાની જીભ લપસી, કહ્યું; `ED, CBI, IT ટાર્ગેટ કરે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે`
Loksabha Election 2024: જામકંડોરણામાં વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભરત બોઘરા, રમેશ ધડુક, જયેશ રાદડિયા, મનસુખ માંડવીયા, પ્રશાંત કોરાટ અને અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે. પરંતુ અહીં ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાની એક બે વાર નહીં ત્રણ-ત્રણ વાર જીભ લપસી છે.
Loksabha Election 2024: ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. આજે જામકંડોરણાનો મેગા શો યોજવામાં આવ્યો. આ મેગા શો માં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને ભાજપના સમર્થકોનો મેળો ઉમટ્યો. જામકંડોરણામાં વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભરત બોઘરા, રમેશ ધડુક, જયેશ રાદડિયા, મનસુખ માંડવીયા, પ્રશાંત કોરાટ અને અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે. પરંતુ અહીં ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાની એક બે વાર નહીં ત્રણ-ત્રણ વાર જીભ લપસી છે.
કિર્તી પટેલના વાયરલ વીડિયો અંગે પદ્મિનીબાએ કહ્યું- અમુક તત્વો મને બદનામ કરવા માગે છે
ED, CBI, IT ટાર્ગેટ કરે છે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે: મોઢવાડિયા
રાજકોટના જામકંડોરણામાં સભા દરમિયાન ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાની જીભ લપસી છે. મોઢવાડિયાએ કહ્યું કે, દેશ બદલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ બદલવા તૈયાર નથી. તેઓ માત્ર ઉપરના લોકો શું વિચારે છે તેને જ ધ્યાનમાં રાખે છે. આ સમયે મોઢવાડિયા પોતાનું ઉદાહરણ આપતા એવું બોલી ગયા કે, ED, CBI, IT ટાર્ગેટ કરે છે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે. જ્યારે હું તો જાહેરમાં ભાજપના નેતાઓની વિરુદ્ધમાં બોલ્યો છું. પરંતુ મારા ઘરે પોલીસ પણ નથી આવી. સાથે જ મોઢવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપને દરેક વ્યક્તિમાં સારપ દેખાય છે પહેલા હું જ્યાં પહેલા હતો ત્યાં એક વ્યક્તિ સિવાય બીજા કોઈ સારા નથી દેખાતા.
29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે
ત્રણ-ત્રણ વાર જીભ લપસી
અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, 2007માં ત્રીજી વખત ભાજપની સરકાર કેન્દ્રમાં બનવા જઈ રહી છે. જામકંડોરણાને રાણા કાંડોરણાં તરીકે સંબોધિત કર્યું. હાલ 36એ 36 સીટ ભાજપ પાસે છે. બાદમાં કહ્યું 26 સીટ પૈકી 1 સીટ બિન હરીફ થઈ ચૂકી છે. હવે બાકીની 25 સીટ ઉપર પણ કમળ ખીલવાનું છે.
લખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે વરસાદ, અંબાલાલ પટેલની સટીક આગાહી!