Bharuch News : ભરૂચ-નર્મદા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ એક વ્યક્તિને જાહેરમાં અપશબ્દો કહ્યાં છે. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પાણીના પ્રશ્નની રજૂઆત કરતા આશ્વાસન આપવાના બદલે અપશબ્દો સંભળાવ્યા હતા. મતદારે પાણી માગ્યું તો મનસુખ વસાવાએ ગાળો આપી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખ વસાવા: ના.. ના.. એ વાત નથી..
મતદાર: જે વીડિયો ઉતાર્યો એ સાચું જ છે સાહેબ
મનસુખ વસાવા: સાંભળ *#$& સાચું છે. #$&ના જૂઠું બોલે છે.
મતદાર: ના સાચું છે
મનસુખ વસાવા: શું સાચું છે. આ અહીંયાં જો અહીંયાં પાણી છે. આ બાજુ બધે ઘરે પાણી છે. આ મકાઈ પેરે છે. જૂઠું શું કામ બોલો છો.
મતદાર: પાણી સાચું છે સાહેબ પણ અહીંયાં પાણી નથી.
મનસુખ વસાવા: એવું નહીં જૂઠું નહીં બોલવાનું.


આકાશમાંથી આગની જેમ વરસશે ગરમી, ગુજરાતના 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી


લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ભાન ભૂલીને પ્રચાર કરી રહ્યા છે. પોતાના હરીફ ઉમેદવાર પર તો લિમિટ બહાર જઈને પ્રહાર કરતા નેતાઓ તમે જોયા હશે પરંતુ ભરૂચ-નર્મદા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તો મતદારને જ અપશબ્દો સંભળાવી રહ્યા છે. જી હા,,, મતદારને મણ મણની ગાળો સંભળાવી રહ્યા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા. પાણીના પ્રશ્નની રજૂઆત કરતા મતદારને પ્રશ્નું સમાધાન થઈ જશે તેવું આશ્વાસન આપવાના બદલે આ નેતાજી તો અપશબ્દો સંભળાવી રહ્યા છે. આ વીડિયોમાં મનસુખ વસાવા એવા અપશબ્દો બોલી રહ્યા છે કે અમે તમને સંભળાવી શકતા નથી. પરંતુ જનસેવાની વાતો કરતા નેતા પાસેથી સુવિધાઓની અપેક્ષા રાખતી જનતાને શું સાંભળવા મળી રહ્યું છે તે જુઓ.


 


ઓર્ગેનિક ખેતીનું પરિણામ : ગુજરાતી ખેડૂતે દેશી વસ્તુઓ પાઈને બે રંગના તરબૂચ ઉગવ્યા