રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજતા વડોદરા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. યોગેન્દ્ર સુખડિયા ભાજપના બોર્ડના પ્રથમ સ્થાયી સમિતિ ચેરમેન હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે, યોગેન્દ્ર સુખડિયાને બે વાર કોરોના થયા હતો. અગાઉ કોરોના થતાં તેઓને કોરોનાને માત આપી હતી. પણ બીજી વખતની જંગ તેઓ જીતી શક્યા ન હતા. બીજી વખત કોરોના થયો, પણ બીજી વખત કોરોનાને હરાવી શક્યા ન હતા. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે. આ પીઢ નેતા 65 વર્ષની ઉંમરના હતા, અને સંગઠનની કામગીરીમાં સામેલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતના આંકડાથી સુરતમાં ફફડાટ, 24 કલાકમાં 16ના અને 48 કલાકમાં 30 દર્દીના મોત


પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલને કોરોના
તો બીજી તરફ, વડોદરામાં ભાજપ નેતા સતીષ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સતીષ પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય છે. વડોદરાના માંજલપુરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે દાખલ કરાયા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કરજણ બેઠકની પેટાચૂંટણીની તૈયારી માટે કરી રહ્યા હતા. દોડધામ વધતા છેલ્લા કેટલાય દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જેના બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ વ્યો છે. 


વડોદરામાં સેવઉસળની લારીના સંચાલકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મકરપુરા GIDC માં આવેલી સેવઉસળની લારી ચલાવનારો રિપોર્ટ પોઝિટિવ આવતા સેવઉસળ ખાનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે, રોજ હજારો કામદારો મકરપુરા GIDC કામ પર આવે છે, અને અહીં સેવઉસળ ખાતા હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર