કમલમમાં ભાજપની બેઠક, પેટાચૂંટણીના સમીકરણો પર થઈ ચર્ચા
આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, આગામી વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણી પર ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે ભાજપ અને કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની રણનીતિ બનાવવા માટે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યાં હતા.
આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, આગામી વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિધાનસભાની સીટના નિરીક્ષકો પણ હાજર રહ્યાં હતા. તેમણે પોતાનો અહેવાલ ભાજપ કોર ગ્રુપને આપ્યો હતો. નીતીન પટેલે કહ્યુ કે, ચૂંટણીની તમામ આઠ સીટોની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, તમામ સીટો પર ભાજપનો વિજય થાય તે માટે રણનીતિ કરવામાં આવી હતી.
સોની વેપારીને ધમકી આપી ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
આ સાથે નીતિન પટેલે કહ્યુ કે, ચૂંટણી પંચની આચાર સંહિતા સાથે પ્રચાર કરવામાં આવશે. પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે. આ સાથે ભાજપના કાર્યક્રરો ચૂંટણી માટે તૈયાર છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube