સુરતમાં ભાજપ નેતાનો પુત્ર ડ્રગ્સની દાણચોરીમાં પકડાયો! આઈસ્ક્રીમ પાર્લરની આડમાં કરતો ડ્રગ્સનો વેપાર
સુરતમાં ભાજપની લઘુમતી સેલના આગેવાનના પુત્રની એમડી ડ્રગ્સના કેસમાં ધરકડ કરવામાં આવી છે. તેને 35 લાખના ડ્રગ કેસમાં પકડવામાં આવ્યો છે. રેહાન કપલેથાની ચેકપોસ્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ભાજપના લઘુમતી નેતા જમીલ બિરિયાનીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
ઝી બ્યુરો/સુરત: રૂપિયા 35 લાખના એમડી ડ્રગ્સ કાંડમાં એસઓજીએ વોન્ટેડ આરોપી રેહાનને કપ્લેથા ચેકપોસ્ટ પાસેથી પકડી પાડયો હતો. ભાજપના લઘુમતી નેતા જમીલ બિરયાનીના પુત્ર રેહાનના કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ભયાનક છે અંબાલાલની આગાહી! શુક્રનુ ભ્રમણ જોતા ગુજરાતીઓને મોટી ચેતવણી, હવે લોકો હલવાયા
એસઓજીની ટીમે ઉધના દરવાજા પાસે સાર કોર્પોરેટ નામની બિલ્ડિંગના સાતમા માળે ધી ગ્રાન્ડ વિલા ઇન હોટલમાં દરોડા પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઉદેપુરના કોલેજિયન ચેતન શાહુને પકડી તેની પાસેથી રૂ. 35.49 લાખનું 354.910૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે લીધું હતું. આ ડ્રગ્સ રાજસ્થાન- પ્રતાપગઢના જાવેદ પાસેથી લાવ્યો હોવાનું કબૂલતા જાવેદને વોન્ટેડ જાહેર કરાયો હતો.
સુરત બાદ રાજકોટના પીડિતોએ કહ્યું, અમારે નથી જોઈતુ રાજકારણ, સરકારની કામગીરીથી સંતુષ્ટ
બીજી તરફ ડ્રગ્સના આ દલાલ નામચીન અણુ લાકડાવાલા, હિંદુ યુવા વાહિનીનો નેતા બનીને ફરતો વિકાસ શંકર આહીર અને ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જમીલ બિરયાનીના પુત્ર રેહાનના નામ ખૂલ્યા હતા. જે પૈકી અન્તુ અને વિકાસને પકડી લેવાયા હતા. આઇસક્રીમની લારીની આડમાં ડ્રગ્સનો વેપલો કરતા વિકાસના ધરે તથા રીઢા ગુનેગારમાંથી પેડલર બનેલા અનનુંના ઘરે પોલીસે સર્ચ કર્યુ હતું.
અમદાવાદમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં બોલાવી ધબધબાટી! કાળા ડિંબાંગ વાદળો સાથે માહોલ..
સાથોસાથ વોન્ટેડ આરોપી રેહાનના ઘરે પણ પોલીસે તપાસ કરી હતી. દરમિયાન પખવાડિયાથી નાસતો-ફરતો રેહાન રિક્ષામાં સચિન નજીક કપ્લેઠા ચેકપોસ્ટથી સુરત આવી રહ્યો હોવાની બાતમી હેકો અનિરુદ્ધસિંહને મળતા એસઓજીએ વોચ ગોઠવી રેહાનને પકડી પાડયો હતો. દરમિયાન એસઓજીએ રેહાનને કોર્ટમાં રજૂ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
EPFO Claim: હવે માત્ર 3 દિવસમાં ઉપાડી શકો છો PFમાંથી 1 લાખ, શું તમે જાણો છો આ નિયમ?
પોલીસના જણાવ્યા પ્રમાણે ૩૫ લાખના ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી ચેતન શાહુ ડ્રગ્સના મુખ્ય સપ્લાયર જાવેદના ઇશારે સુરતમાં ખેપ મારી ચૂક્યો હતો. ગ્રાન્ડ વિલા હોટલ પાસે જ તેણે ૩૦૦ ગ્રામ એમડીની રેહાનને ડિલિવરી કરી હતી. ચેતન પાસેથી મોટો જથ્થો રેહાન જ ખરીદતો હતો. બીજી ખેપમાં રેહાન સેમ્પલ લઈ બીજા દિવસે માલ ખરીદવા આવવાનો જ હતો કે ચેતન પકડાઈ ગયો હતો. રેહાન એમડી ડ્રગ્સ કોણે-કોણે સપ્લાય કે વેચાણ કરતો હતો તે દિશામાં તપાસ કરાઈ રહી છે.