અમદાવાદમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં બોલાવી ધબધબાટી! કાળા ડિંબાંગ વાદળો સાથે માહોલ જામ્યો
હવામાન વિભાગ દ્વારા રાજ્યના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદના એસજી હાઈવે, સોલા, ગોતા, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર, લાલદરવાજા, ખાડિયા, આંબાવાડી, શ્યામલ, માણેકબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
Trending Photos
Ahmedabad Heavy Rains: અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદ તૂટી પડ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ આજે બપોરે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. બપોર બાદ કાળા ડિંબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ઘેરાયું હતું. જોકે વરસાદની તીવ્રતા ઓછી છે, છતાં સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદના એસજી હાઈવે, સોલા, ગોતા, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર, લાલદરવાજા, ખાડિયા, આંબાવાડી, શ્યામલ, માણેકબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ સિવાય એસપી રિંગ રોડ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ, સુભાષબ્રિજ, શાહીબાગ, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.
આ વર્ષે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે છતાં અમદાવાદ અને રાજકોટમાં 50 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. રાજસ્થાન તરફથી આવતા મોનસુન ટ્રકને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે (નવમી ઑગસ્ટ) ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે