રવિ અગ્રવાલ/વડોદરા: નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સરકારે મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકો 9 દિવસ સુધી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. આ મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે. ત્યારે હર્ષ સંઘવી સમક્ષ ભાજપના જ ધારાસભ્ય યોગેશ પટેલે ગરબાનો સમય વધારવા માટે માંગ કરી છે. યોગેશ પટેલે ગરબા રાત્રીના 2.30 વાગ્યા સુધી ચલાવવા માટે માંગ કરી છે. એટલું જ નહીં, વિધર્મીઓને પ્રવેશ ન અપાય તેવી પણ માંગ કરવામાં આવી છે.


વડોદરાના માંજલપુરના ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલનું આજે એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગરબાનો સમય વધારવા માટે રજૂઆત કરી છે. ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિમાં રાત્રે 2.30 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપો. છેલ્લા 4 કે 5 દિવસોમાં રાત્રે 2.30 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી મળવી જોઈએ. ગરબા આયોજકોએ યોગેશ પટેલને રજૂઆત કરતાં હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube