વડોદરા : શહેરના સયાજીગંજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીતેન્દ્ર સુખડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીતેન્દ્ર સુખડિયાની તબિયત લથડતા તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમના પુત્રમાં શંકાસ્પદ લક્ષણો હોવાથી દાખલ કરાયા છે. આ અગાઉ જીતેન્દ્ર સુખડિયાના પત્ની કોરોના સંક્રમિત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખો દેશ 15 ઓગસ્ટે ઉજવે છે પણ જૂનાગઢ આજે ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ જાણો કારણ

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોના આજે વધારે 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પોઝિટિવ કેસનો કુલ આંક 15,813 પર પહોંચી ગયો હતો. વડોદરામાં શહેરનો મૃત્યુઆંક 214 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધારે 40 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14530 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1069 એક્ટિવ કેસ પૈકી 154 દર્દી ઓક્સિજન પર અને 48 દર્દી વેન્ટિલેટર પર છે. 867 દર્દીઓની સ્થિતી હજી પણ સ્થિર છે. 


સુરત: કરિયાણાની દુકાનમાં અફીણનો ધંધો કરતો વેપારી ઝડપાયો, 4 કિલો અફીણ 11 લાખ રોકડા ઝડપાયા

વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 15,813 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2405, પશ્ચિમ ઝોનમાં 1585, ઉત્તર ઝોનમાં 3308, દક્ષિણ ઝોનમાં 2904, વડોદરા ગ્રામ્યમાં 4422 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યનાં નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. જેમાં દેશનાં ગૃહમંત્રી અમિત શાહનો પણ સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube