ગાંધીનગર: વિધાનસભામાં એક બાજુ ખેડૂતોના દેવા માફી અને સરકાર દ્વારા કરવામાં આવતા ખેડૂતોના અન્યાયને લઇને કોગ્રેસ એક તરફ આક્રોશ રેલી કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિધાનસભામાં પૂર્વ વડાપ્રધાન અટલજીને શ્રદ્ધાંજલિનો પ્રસ્તાવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી રજૂ કરી રહ્યા હતા. તે દરમિયાન ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ ઉંઘતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કરાણે ભાજપની મજાક ઉડી રહી છે. 


ચાલુ વિધાનસભામાં ઉંધ લેતો ભાજપનો વિકાસ
ભાજપ સરકાર આમતો વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપ સરકાર જનતાને સામે વિકાસની ગાથા કરતી હોય છે. એવામાં જ ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્ર દરમિયાન ભાજપના જ ધારાસભ્ય જદગીશ પંચાલ નિંદર લઇ રહ્યા છે. ત્યારે વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, કે ભાજપના નેતાઓ વિધાનસભામાં તેમની ઉંઘ પૂરી કરવા માટે આવી રહ્યા છે.