રાજીનામું આપનાર BJP સાંસદનો યૂટર્ન, કહ્યું- જો Resign આપી દેત તો `મફત` સારવાર ન મળતી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત બાદ વસાવાએ બુધવારે ગાંધીનગરમાં પત્રકારોને કહ્યું કે `પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મને જણાવ્યું કે સાંસદ પદ પર રહીશ તો મને કમર અને ગળાની મફત સારવારનો લાભ મળી શકશે.
અમદાવાદ: પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી ભાજપ (BJP) સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા Mansukh Vasava)એ વરિષ્ઠ નેતાઓની સાથે વાતચીત બાદ બુધવારે રાજીનામું (Resignation) પરત લેવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે ગુજરાતના આદિવાસી વિસ્તારના ભરૂચથી 6 વાર સાંસદ રહેલા મનસુખ વસાવા (63)એ મંગળવારે કહ્યું હતું કે સરકાર અથવા પાર્ટીની સાથે તેમનો કોઇ મુદ્દો નથી અને તે હેલ્થ ઇશ્યૂના કારણોથી પાર્ટી છોડી રહ્યા છે.
રાજીનામા બાદ 'મફત સારવાર' નહી મળે
પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત બાદ વસાવાએ બુધવારે ગાંધીનગરમાં પત્રકારોને કહ્યું કે 'પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મને જણાવ્યું કે સાંસદ પદ પર રહીશ તો મને કમર અને ગળાની મફત સારવારનો લાભ મળી શકશે. સાંસદ તરીકે રાજીનામું આપ્યા બાદ આ સંભવ નથી. પાર્ટી નેતાઓએ મને આરામ કરવાની સલાહ આપી છે અને સાથે જ આશ્વાસન પણ આપ્યું છે કે પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ મારા તરફથી કામ કરશે.
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું, 9 વર્ષમાં બીજીવાર તૂટ્યો રેકોર્ડ, બુધવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ
વસાવા રહેશે ભાજપના સાંસદ
મનસુખ વસાવાએ કહ્યું કે 'હેલ્થ ઇશ્યૂના લીધે પાર્ટી સાથે અને સાંસદ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. મેં આજે મુખ્યમંત્રી પાસે તેના પર ચર્ચા કરી. હવે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે આશ્વાસન મળ્યા બાદ, હું રાજીનામું પરત લેવાનો નિર્ણય લીધો છે. હું સાંસદ તરીકે મારી સેવાઓ ચાલુ રાખવામાં આવે.'
આદિવાસી નેતાએ ધરણાને ગણાવ્યા ખોટા
આ નિવેદન પર આદિવાસી નેતાએ દાવો કર્યો કે આ ખોટી ધારણા છે. તે નર્મદા જિલ્લાના આદિવાસીઓ સંબંધિત કેટલાક મુદ્દાઓ, વિશેષરૂપથી, 'ઇકો સેંસિટિવ ઝોન'માં 121 ગામને સામેલ કરવાને લઇને, સરકાર અથવા સત્તારૂઢ, ભાજપથી નારાજ છે. તેમણે કહ્યું કે રાજ્ય તથા કેન્દ્ર સરકાર 'ઇકો સેંસિટિવ ઝોન' સાથે જોડાયેલા મુદાઓને ઉકેલવાનો દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. મને પાર્ટી કે સરકારથી કોઇ પરેશાની નથી. પરંતુ હું તે વાત પર દ્રઢતાથી વિશ્વાસ કરું છું કે ગત સરકારની તુલનામાં ભાજપ શાસનમાં આદિવાસીઓનો વધુ વિકાસ થયો છે.'
કોરોના નવા સ્ટ્રેનનો પહેલો કેસ સુરતમાં મળી આવ્યા હોવાની વાત અફવા
લોકસભામાં રાજીનામાની કહી વાત
મનસુખ વસાવાએ મંગળવારે પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે તે સંસદના બજેટ સત્રમાં લોકસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપી દેશે. મનસુખ વસાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આરસી પાટિલને પત્ર લખીને કહ્યું હતું કે તે સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત બાદ ભરૂચથી સાંસદ તરીકે રાજીનામું આપી દેશે. પત્રમાં કહ્યું હતું કે તેમણે પાર્ટીના વફાદાર બની રહેવા અને પાર્ટીના મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત કરવાનો પુરો પ્રયત્ન કર્યો પરંતુ તે માણસ છે અને ભૂલ તેમનાથી થઇ શકે.
એક અઠવાડિયા પહેલાં મોદીને લખ્યો હતો પત્ર
તેમણે કહ્યું હતું કે 'હું એક મનુષ્ય છું અને મનુષ્ય ભૂલ કરી શકે છે. પાર્ટીને મારી ભૂલના કારણે નુકસાન નથી, આ સુનિશ્વિત કરવા માટે હું પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું અને પાર્ટીની માફી માંગુ છું. પાટિલે કહ્યું હતું કે વસવા તેમના ચૂંટણી ક્ષેત્રમાં પારિસ્થિતિકી સંવેદનશીલ ક્ષેત્રની જાહેરાતથી નાખુશ છે. વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને ગત અઠવાડીયે પત્ર લખીને માંગ કરી હતી કે નર્મદા જિલ્લાના 121 ગામને પર્યાવરણની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ વિસ્તાર જાહેર કરવા સંબંધી પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રાલયના પરિપત્રને પરત પરત લેવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube