• ભાજપ પ્રમુખ સી આર પાટીલે આખરે કોરોનાને માત આપી છે. ટ્વિટ કરીને ભાજપ પ્રમુખે શુભેચ્છકોનો આભાર માન્યો હતો.

  • સીઆર પાટીલને આવતીકાલે હોસ્પિટલમાં રજા અપાશે. આઠ દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા


હિતલ પારેખ/ગાંધીનગર :હોસ્પિટલમાં સારવાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સીઆર પાટીલનો રિપોર્ટ નેગેટિવ આવતા આવતીકાલે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે તેઓને થોડા દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવું પડશે. 


આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં પહેલીવાર કોઈ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ, તમામના ટેસ્ટ બાદ શરૂ થશે ચોમાસું સત્ર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પ્રમુખ સી આર પાટીલે આખરે કોરોનાને માત આપી છે. ટ્વિટ કરીને ભાજપ પ્રમુખે શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેઓ ટ્વિટ કરીને કહ્યું કે, મારો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમામ લોકોનો આભાર. 


સીઆર પાટીલને આવતીકાલે હોસ્પિટલમાં રજા અપાશે. આઠ દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આખરે આજે તેઓ કોરોનામુક્ત થયા છે. જોકે, તેઓ 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં હાજરી નહિ આપી શક્યા. 14 સપ્ટેમ્બરથી સંસદનું ઐતિહાસિક સત્ર શરૂ થયું છે. આ સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. સારવાર બાદ કદાચ અંતિમ સપ્તાહમાં સંસદમાં પાટીલ હાજરી આપી શકશે તેવું લાગે છે. 


આ પણ વાંચો : ગાંધીનગરમાં સત્તા ભાજપની, પણ તાલુકા પંચાયત સતત બીજીવાર કોંગ્રેસ ‘રાજ’ કરશે   


ગુજરાતમાં ફરી જાસૂસ પકડાયો, પાકિસ્તાનને આપતો હતો નૌસેનાની સિક્રેટ માહિતી 

એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભાજપનાં અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કે જે રેલી દરમિયાન હાજર હતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે સી.આર પાટીલે પણ પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેમને છેલ્લા ઘણા દિવસથી સી.આર પાટીલને નબળાઇ વર્તાઇ રહી હતી. જેથી એપોલો હોસ્પિટલમાં તેઓનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. જ્યારે એન્ટિજન ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. જોકે તકેદારીના ભાગરૂપે તેમને RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેના બાદ તેઓ પોઝિટિવ હોવાનું ખૂલ્યું હતું. હાલ તેઓ એપોલો હોસ્પિટલમાં છે. 


આ પણ વાંચો : કોરોના સંક્રમણમાં અમે બાળકોને શાળામાં નહિ મોકલીએ, વાલીઓની સ્પષ્ટ વાત