ગુજરાતમાં ફરી જાસૂસ પકડાયો, પાકિસ્તાનને આપતો હતો નૌસેનાની સિક્રેટ માહિતી
Trending Photos
- ગોધરાના ઇમરાન જીતેલી નામના શખ્સની સંડોવણી સામે આવી છે.
- ઇમરાનએ આઈએસઆઈ (isi)ના મોડ્યુલથી જાસૂસીને અંજામ આપ્યો હોવાનો આરોપ છે
ઉદય રંજન/અમદાવાદ :એનઆઈએ (NIA) એ વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમા ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. ગુજરાતના ગોધરામાંથી એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. ગોધરાના ઇમરાન જીતેલી નામના શખ્સની સંડોવણી સામે આવી છે. ઇમરાનએ આઈએસઆઈ (isi)ના મોડ્યુલથી જાસૂસીને અંજામ આપ્યો હોવાનો આરોપ છે. ઇમરાને ભારતીય નૌસેનાની જાસૂસી કરી હોવાનો આરોપ છે. એનઆઈએએ ગોધરામા ઇમરાનને લઈને તપાસ શરૂ કરી છે. ઈમરાન અને નૌસેના અધિકારીના આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો : કોરોના સંક્રમણમાં અમે બાળકોને શાળામાં નહિ મોકલીએ, વાલીઓની સ્પષ્ટ વાત
અધિકારીઓનું કહેવુ છે કે, વિશાખાપટ્ટનમ નૌ સેના જાસૂસીના મામલામાં ભારતીય નૌ સેનાના કેટલાક કર્માચારીઓના ખાતામાં રૂપિયા જમા કરવાના આરોપમા સંવેદનશીલ અને વર્ગીકૃત ડેટામાં બદલામાં આપયા છે. જે પાકિસ્તાનના ઉપયોગમાં આવી શક છ. ગોધરાના નિવાસી ઈમરાનની સોમવારે બિનકાયદાકીય ગતિવિધિ એક્ટ (UAPAA), 2019 અને અધિકારિક ગુપ્તતા અધિનિયમ, 1923 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : લગ્ને લગ્ને કુંવારો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને ગુજરાતમાં લવાયો, મહિલાઓને ગણતો પોતાની ‘સો કોલ્ડ વિક્ટીમ’
આ કિસ્સો આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટ સંબંધિત છે, જેમાં પાકિસ્તાન સ્થિત જાસૂસોને ભારતીય નૌસેનના જહાજો અને સબમરીન અને અન્ય રક્ષા સંસ્થાના અને આંદોલનો વિશે સંવેદનશીલ અને વર્ગીકૃત માહિતી એકત્રિત કરીને આપી છે.
આ પણ વાંચો : જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સુરતના આ તબીબ, પોતાના હાઈલેવલ માસ્કથી બચાવ્યો હતો અન્ય દર્દીનો જીવ
એક તપાસમાં સામે આવ્યુ કે, કેટલાક નૌસેનાના જવાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે, ફેસબુક, વોટ્સએપ વગેરેના માધ્યમથી પાકિસ્તાન એજન્ટ્સના સંપર્કમાં છે. તેઓએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સના ભારતીય સહયોગીઓના માધ્યમથી પોતાના બેંક ખાતામાં જમા રૂપિયાને બદલે માહિતી આપી હતી.
આ રેકેટનો ખુલાસોગત ડિસેમ્બરમાં થયો હતો. જેમાં ગુપ્તચર માહિતીના આધારે કહેવામા આવ્યું હતું કે, નૌ સેનાના અધિકારીઓ, જેમાંથી મોટાભાગના નીચલી રેન્કના છે, તેઓ પાકિસ્તાની એજન્ટને રૂપિયાના બદલામાં માહિતી આપી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે