અમદાવાદ: ગુજરાત (Gujarat) ના આગામી મુખ્યમંત્રી (CM) પટેલ સમાજમાંથી હશે, તેની તૈયારીઓ લગભગ 3 મહિના તૈયાર થઇ ગઇ હતી. જૂનમાં ખોડલધામ એટલે પાટીદાર (Patidar) ની કુળદેવીના મંદિરમાં પાટીદારના બે જૂથ લેઉઆ અને કડવા પાટીદાર પટેલે વર્ષ 2022 ની ચૂંટણી પર ચર્ચા કરી અને નક્કી કરવામાં આવ્યું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવો જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ (Naresh Patel) ના આ એલાને ગુજરાતના રાજકારણનો પારો ચઢાવી દીધો હતો. વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની તાજપોશી પાટીદાર વોટ સાથે જોડીને જોવામાં આવી રહી છે. કારણ કે વર્ષ 2017 ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના લીધે ભાજપને ખૂબ મુશ્કેલીઓ થઇ હતી. 

Inside Story: સૌથી પાછળ રહીને પણ ગુજરાતના CM પદની રેસમાં કેવી રીતે આગળ નિકળ્યા ભૂપેન્દ્ર પટેલ


વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે (Hardik Patel) ટ્વીટ કરી કહ્યું હતું કે આરએસએસ (RSS) ના ગુપ્ત સર્વેમાં ભાજપ હારી રહી હતી, એટલા માટે તેમને હટાવવામાં આવ્યા. પરંતુ ભાજપના આ નિર્ણયે કોંગ્રેસ (Congress) પર પણ રણનિતિ બદલવાનું દબાણ વધી ગયું છે. કારણ કે પાર્ટી હાર્દિક (Hardik Patel) પર દાવ લગાવવાની તૈયારી કરી રહી હતી. 


ગુજરાતમાં પાટીદાર મતદારોની સંખ્યા લગભગ 15 ટકા છે. પરંતુ કુલ મતદારોની વાત કરીએ તો તેમાં પાટીદાર લગભગ વીસ ટકા છે. પાટીદાર ક્યારેય એકજુટ થઇને મતદાન કરતા નથી અને ભાજપ તેમની પહેલી પસંદ છે. પરંતુ વિજય રૂપાણી (Vijay Rupani) ના મુખ્યમંત્રી બન્યા બાદ પાટીદાર ભાજપ (BJP) થી દૂર થયા હતા. તો બીજી તરફ કોંગ્રેસ (Congress) પાટીદારનો વિશ્વાસ જીતવા માટે હાર્દિક પટેલ (Hardik Patel) ને ચહેરા તરીકે રજૂ કરી શકે છે. વિજય રૂપાણી જૈન સમાજમાંથી છે, એવામાં તે જાતિય સમીકરણમાં ફીટ બેસી રહ્યા ન હતા. તેમને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવતાં સત્તા વિરૂદ્ધ લોકોમાં નારાજગી પણ ઓછી થશે. 

Live: CM ભૂપેન્દ્ર પટેલના ઘરે ખુશીનો માહોલ, શપથ લેતા પહેલાં CM નિતિન પટેલને મળ્યા


જોકે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું હતું કે ગુજરાતમાં હવે વ્યક્તિ બદલવાથી કામ નહી ચાલે. સમગ્ર વ્યવસ્થાને બદલવાની જરૂર છે. ભાજપ માટે પાટીદાર બાદ બીજા નંબર પર હાલ ઓબીસી અને દલિત આદિવાસી વોટર પણ મહત્વપૂર્ણ છે. એટલા માટ ભાજપને ભૂપેન્દ્ર પટેલને જવાબદારી સોંપી છે. આ સાથે જ આ વખતે આદમી પાર્ટી પણ ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી રહી છે. એટલા માટે ભાજપ પોતાનો કિલ્લો મજબૂત કરવામાં કોઇ કસર છોડવા માંગતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube