ચૂંટણી પ્રચાર માટે ભાજપે શરૂ કર્યુ અભિયાન, પાટીલે કહ્યું; છેલ્લા 5 વર્ષમાં આપેલા વચનોમાંથી 78% વચનો પૂર્ણ કર્યા
Gujarat Election 2022: આજે ભારતીય જનતા પાર્ટીએ જનતા પાસે પોતાના સૂચનો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ ગામો અને જિલ્લામાંથી જનતાના અભિપ્રાયો જાણવા માટે ભાજપ 5 થી 15 નવેમ્બર સુધી એક સૂચન પેટી મૂકશે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપના કેમ્પેઈનનું કમલમથી લોન્ચિંગ કરાયું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપે ચૂંટણી કેમ્પેઈનની શરૂઆત કરી છે. સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા જનતાનો અભિપ્રાય લેવાશે. સોશિયલ મીડિયા અને સૂચન પેટી મારફતે લોકોના અભિપ્રાય લેવાશે. ભાજપ સરકાર કઈ રીતે અગ્રેસર રહી તે અંગે પણ પ્રઝેન્ટેશન કરાશે.
આજે ભારતીય જનતા પાર્ટીએ જનતા પાસે પોતાના સૂચનો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ ગામો અને જિલ્લામાંથી જનતાના અભિપ્રાયો જાણવા માટે ભાજપ 5 થી 15 નવેમ્બર સુધી એક સૂચન પેટી મૂકશે. પોસ્ટ કાર્ડના માધ્યમથી ભાજપ સૂચનો સ્વીકારશે. આજે કેમ્પઈન લોચિંગ દરમ્યાન ભાજપ સરકારના ગુજરાત કઈ રીતે, કયા મુદ્દે અગ્રેસર રહ્યું એ અગે પણ પ્રેઝન્ટેશન કરાશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube