બિજેશ દોશી/ગાંધીનગર: પેપર લીક કાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ બાદ મામલો ઠારે પડ્યો છે. પરીક્ષાનું પેપર લીક થવા મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યું હતું કે પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગુનો દાખલ થયો છે. આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ અધિકારીઓને કડક હાથે કામ લેવા સૂચના આપી હતી. ત્યારબાદ આ મુદ્દે 14 જેટલા આરોપીઓને ઝડપી લેવાયા છે. પાટિલે જણાવ્યું હતું કે ગુનેગારોને એવી સજા થશે કે ભવિષ્યમાં આવો ગુનો ન થાય. આવી ઘટના સમયે રાજકિય પક્ષો વિરોધ કરે તે જરૂરી પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆર પાટિલે AAP પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમુક લોકો છાવણીમાં જવાના બદલે ભાજપ કાર્યાલય પર આવીને વિરોધ કર્યો તે યોગ્ય નથી. વિરોધ કરવો જ જોઈએ પણ બેહૂદુ વર્તન યોગ્ય નથી. હું એને સખત શબ્દોમાં વખોડી નાખું છું. જે કોઈ રાજકીય નિમણૂંક થાય છે, તેની સત્તા અધિકારીઓ પાસે રહેલી છે. આ સંસ્થામાં જે ચેરમેન છે. તે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સારા કાર્યકર છે. આ બનાવમાં તપાસ કરી રહ્યા છીએ તેમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. અમે કોઈને બચાવવા માંગતા નથી. અમે પેપર લીક કાંડમાં કોઈને બચાવીશું નહીં. યુવાનોને વિશ્વાસ બેસે તે માટે આ કેસમાં ઝડપી કાર્યવાહી માટે કામ કરી રહ્યા છે. આક્ષેપો કરવા સહેલા છે, પુરાવા હોય તો આવીને આપે, તમામ પગલાં ભરીશું. 


યુવરાજસિંહના એકાએક સૂર બદલાયા, કહ્યું- AAPના નેતાઓને કમલમમાં વિરોધ ના કરાય..


ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલએ એક મહત્ત્વપૂર્ણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અસિત વોરા સામે પુરાવા મળશે તો કાર્યવાહી કરીશું. કોઈ ઠોસ પુરાવો હજુ સુધી અસિત વોરા સામે મળ્યો નથી. અમે કોઈને પણ બચાવવાનો પ્રયાસ કર્યો નથી. આરોપીઓને કડક સજા મળે તે માટે સરકાર કટિબદ્ધ છે.


રાજયના યુવાનોનો સરકાર પરનો ભરોસો અમે તુટવા દઇશુ નહીં 
 
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજયના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજય સરકાર સાખી લેશે નહી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજ્યના યુવાનોના હીતમાં આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લઇ આગામી માર્ચ માસમા આ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં. ઘટનાના પ્રથમ દિવસથી જ સંપૂર્ણ સંવેદના સાથે તટસ્થ પારદર્શી તપાસના આદેશો આપી દીધા હતા. અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલા ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો  દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવા રાજય સરકારે નિર્ણય કર્યો છે.


મતગણતરી કેન્દ્રમાં કિડિયારું ઉભરાયું હતું, અને અચાનક નીકળ્યો કાળો સાપ અને પછી તો....


ગૃહ રાજય મંત્રીએ ઉમેર્યુ કે, આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓને છટકી જવાની કોઈ પણ તક મળે નહીં તે માટે ગુજરાત પોલીસની અલગ અલગ 24 ટીમો તપાસ માટે બનાવાઇ હતી અને 14 લોકોની ધરપકડ કરી દેવાઇ છે. આ ગુનાની તપાસ 360 ડીગ્રી દ્વારા હજુ ચાલુ છે. પોલીસ વિભાગ દ્વારા તપાસ કરીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. જે અંતર્ગત ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને પોલીસે આજદિન સુધી રૂપિયા 30 લાખ રીકવર કરેલ છે. અને તપાસમાં વધુ રૂપિયા રીકવર કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. તપાસ દરમિયાન જે કોઇ વ્યક્તિઓ સંડોવાયેલ જણાશે તો તેવી વ્યક્તિઓને રાજ્ય સરકાર બક્ષશે નહી.
 
આ ગુનામાં પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારી તેમજ આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી તેમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે. અને રાજ્યના 88,000 પરિવારના સપનાઓ એળે નહીં જાય તેની રાજ્ય સરકારે પૂરેપૂરી દરકાર કરી છે તેમજ આ કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક રીતે ચલાવાય તે બાબત પણ રાજ્ય સરકાર સુનિશ્વિત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube