દિલ્હીથી તેડુ આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો કચ્છ પ્રવાસ રદ્દ
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. તેવામાંર તમામ રાજકીયપક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ઠેર ટેર પ્રવાસ યોજીને પ્રચાર સભાઓ યોજી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ આજે કચ્છના અબડાસામાં ચૂંટણી પ્રચાર કરવાના હતા. દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું આવતા તેમને પ્રવાસ રદ્દ કરાયો છે. અગાઉ પણ કોરોના કાળના કારણે તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. તેવામાંર તમામ રાજકીયપક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ઠેર ટેર પ્રવાસ યોજીને પ્રચાર સભાઓ યોજી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ આજે કચ્છના અબડાસામાં ચૂંટણી પ્રચાર કરવાના હતા. દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું આવતા તેમને પ્રવાસ રદ્દ કરાયો છે. અગાઉ પણ કોરોના કાળના કારણે તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો.
CM ની કોરોના કોલર ટ્યુને રાજકીય રંગ પકડ્યો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ
ભાજપના 30 સ્ટાર પ્રચારકો હવે 8 બેઠકો કબ્જે કરવા પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે 23 ઓક્ટોબરે સવારે 10 કલાકે મોરબીમાં બ્રિજેશ મેરજાના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ બપોરે ડોઢ વાગ્યે લીંબડીમાં કિરીટસિંહ રાણાના સમર્થનમાં સભા ગજવી હતી. આ ઉપરાંત સવારે 04.30 કલાકે ગઢડા બેઠક પર આત્મારામ પરમારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો. છેલ્લે રાત્રે 8 વાગ્યે કરજણ બેઠક પર અક્ષય પટેલના સમર્થનમાં પણ જાહેર સભાનુ સંબોધન કર્યું હતું.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કરોડોના ખર્ચે બન્યું નવુ અતિથિ ભવન, DY.CM નીતિન પટેલના હસ્તે લોકાર્પણ
કેન્દ્રીય મંત્રી અને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્ટાર પ્રચારક ગણાતા પુરૂષોત્તમ રૂપાલાએ પણ આજે ધારી વિધાનસભા સીટના ઉમેદવાર જે.વી કાકડિયાના સમર્થનમાં સવારે 10 કલાકે બગસરા ખાતે અને બપોરે 3 વાગ્યે ધારી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ સાંજે 6 વાગ્યે સમઢિયાળા અને 8 વાગ્યે ચલાલા ખાતે જાહેર સભાનુ સંબોધન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube