કિંજલ મિશ્રા/ગાંધીનગરઃ ભાજપ માટે ગુજરાતની લોકસભાની 26 સીટ જીતવીએ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.  એટલે જ અમિત શાહ પોતે ભાજપની ચિંતન શિબિરમાં હાજરી આપીને જીતની રણનીતિને પાકી બનાવવા માટે પ્રયાસો કર્યા. પાર્ટી આ વખતે સૌથી વધુ લોક સંપર્ક અને સામાજિક સમરસતા ઉપર ધ્યાન આપશે. સાથે જ દલિત obcને સવર્ણો હિન્દુત્વની છત નીચે એક થાય તો જ વોટ શેર વધશે એ અહેસાસ પણ અમિત શાહ ને છે અને એટલે જ શાહ એક તરફ પેજ પ્રમુખ જેવી વ્યવસ્થાને મજબૂત કરીને એક એક મતદાર ભાજપ તરફ આકર્ષાય એ માટે માઈક્રો પ્લાનીંગ કરો રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક ભાજપના નેતાઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રત્યે નારાજગી છે. 2014માં ભાજપે કરેલા વાયદાઓ પૂર્ણ થયા નથી. એ પછી ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કે યુવાઓને રોજગારી આપવાની વાત હોય કે પછી ડીઝલ-પેટ્રોલના ભાવ ઓછા કરવાની વાત હોય. પાર્ટીના નેતાઓને ખબર છે એ તમામ સવાલોના જવાબ તેમના પાસે નથી એટલે જ તેઓ હવે સીધી રીતે 
આરએસએસના શરણે પહોંચ્યા છે. આર.એસ.એસના નેતાઓ સ્વયં માને છે કે ભાજપે હવે જીતવું હોય તો પણ માત્ર અને માત્ર હિન્દુકાર્ડ રમવું આવશ્યક છે. જેના કારણે તે દલિત obc અને સવર્ણને એક મંચ પર લાવી શકે. આ માટેના સૂચનો પણ આરએસએસના પદાધિકારીઓ દ્વારા ચિંતન શિબિરમાં આપવામાં આવ્યા છે.


ભાજપને જ્યારથી કર્ણાટકમાં પછડાટ માડી છે ત્યારે થઈ ભાજપ હવે પોતાનો કોઈ પણ ગઢ જાવા દેવા માંગતુ નથી. ભાજપના નેતાઓ ભલે સબ સલામત હોવાનો દાવો કરતા હોય પણ જે રીતે સ્થાનીક કક્ષાએ પક્ષ સામે પડકારો છે તેને લઈને પાર્ટી માં ચિંતા છે. ભાજપના આકલન મુંજબ તો 2015ના પંચાયત ઇલેક્શન 2017માં વિધાનસભા ઇલેક્શન મુજબ જ પરિણામ આવશે તો કેન્દ્રમાં ભલે ભાજપ સરકાર બનાવી લે પણ રાજ્યમાં માત્ર 16 સીટો થઇ સંતોષ માનવો પડશે. જેથી પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું કદ કેન્દ્રમાં ઘટશે.  એવું થાય એ આ બંને નેતાઓ માટે રાજકીય દ્રષ્ટિએ સારું તો ના જ કહી શકાય. જેને ખાળવા તમામ કવાયત શરૂ કરી છે.