કિંજલ મિશ્રા/ગાંધીનગર : 'ભારત કે મન કી બાત' નું આજે ગુજરાત માં લોન્ચિંગ ભાજપ દ્વારા ચૂંટણી સમયે હંમેશા નવતર પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે વાત લોકસભાની હોય ત્યારે ચૂંટણી દેશના પ્રધાનમંત્રીને નક્કી કરવા માટેની છે એવું સ્પષ્ટપણે ભાજપનું માનવું છે. ત્યારે 3 ફેબ્રુઆરીએ દિલ્હીથી ‘ભારત કે મન કી બાત, મોદી કે સાથ’ કાર્યક્રમનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દેશભરમાં ભાજપના ચૂંટણી રથ ફરશે અને પ્રજાના મત જાણશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમનું આજે કમલમ ખાતે થી મુખમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણી લોન્ચિંગ કરાવશે. 26 રથ એક મહિના સુધી રાજ્યભરની તમામ લોકસભામાં ફરશે અને જનતાનો મત જાણવાનો પ્રયત્ન કરશે. આ રથમાં એક ડ્રોપ બોક્સ પણ મૂકવામાં આવ્યું છે, જેમાં લોકો પોતાના સૂચનો આપી શકે છે. 


રથમાં ડિજીટલ ટેકનોલોજી
રથમાં એક ટેકનોલોજી કોર્નર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ટેબલેટ મૂકવામાં આવશે અને લોકો ડાયરેક્ટ ટેબ્લેટના માધ્યમથી પણ પોતાના સૂચન આપી શકશે. સાથે જ 6357171717 નંબર પણ આપવામાં આવ્યો છે, જેને
ડાયલ કરી લોકો સીધા પોતાના સૂચનો આપી શકશે. આ નંબર પર કોઈ પણ વ્યક્તિ પોતાનો વીડિયો પણ મોકલી શકે છે. રાજ્યભરમાંથી આવનાર સૂચનોની સ્ક્રુટીની કરવામાં આવશે અને ત્યાર બાદ તેને કેન્દ્રમાં મૂકવામાં આવશે. મહત્વનું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પ્રજાનો અભિપ્રાય લેવાનો ગુજરાત ભાજપ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોડિફાઈ કરી મોટાપાયે લોકસભાની ચૂંટણીમાં અમલ કરવામાં આવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં મોદી વેવને કારણે દેશભરમાં અત્યાર સુધીની સૌથી વધુ બેઠક લોકસભા ભાજપને મળી હતી. જોકે હાલમાં દેશની રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયો છે. તેની સાથે ગત ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્રમાં સૌથી મહત્વની બાબત હતી રામ મંદિરનું નિર્માણ. જેમાં હજુ ભાજપને સફળતા મળી નથી. ત્યારે તમામ વર્ગના સમુદાયના લોકો સંકલ્પ પત્રમાં જોડવા માટે ભાજપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.