અમદાવાદ: મધ્ય પ્રદેશમાં કમલનાથે મુખ્યમંત્રી બન્યાના બે જ કલાકમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે ત્યારે આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પુછતા તેમણે જણાવ્યું કે આપણે આપણા વિચારો પહેલા જ રજૂ કરી ચુક્યા છીએ એટલે કે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ભાજપ સરકાર માફ નહીં કરે. વધુમાં નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર પણ કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણી આવે છે એટલે કોંગ્રેસ આવી જાહેરાત કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ખોટા વચનો 
મધ્યપ્રદેશના નવ નિયુક્ત મુખ્યમંત્રી કમલનાથે શપથ લીધા અને ગણતરીના કલાકોમાં જ ખેડૂતોનું દેવું માફ કરતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહારો કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ ખોટા વાયદાઓ કરે છે, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ખેડૂતોના દેવુ માફ કરવાની વાત કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. અને કોંગ્રેસ જુઠા વચનો આપી રહી છે. 


વધુમાં વાંચો...મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ, કમલનાથે શપથ લીધા પછી તરત જ દેવામાફીની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર


નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં આપેલુ વચન પુરુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કર્નાટકમાં હજી સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આવ્યું, કોંગ્રેસ માત્ર ખોટા વચનો આપીને જનતાને છેતરવાનું કામ કરી રહી છે. મધ્ય પ્રદેશમાં દેવું માફ કરવા પાછળ લોકસભાની ચૂંટણી છે.