ગાંધીનગર : ભારતીય જનતા યુવા મોરચાની “ કમલમ” ખાતે બેઠક મળી હતી. યુવાનો વ્યસનથી દુર રહે તે માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ સતર્ક રહે તે જરૂરી છે. દરેક ક્ષેત્રનો યુવાન એ પાર્ટીના વિચારો સાથે જોડાય તે દિશામાં યુવા મોરચો કામ કરે અને સક્રિય બને. પાર્ટીના દરેક કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચો અગ્રેસર હોય છે. યુવા મોરચાના દરેક કાર્યક્રમ સંખ્યાત્મક સાથે રચનાત્મક થાય છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા અંસખ્ય કાર્યકરોએ બલીદાન આપ્યા છે. યુવા જોડો અભિયાન થકી નવા યુવા મતદારોને ભાજપમાં જોડવાનું કામ યુવા મોરચો હાથ ધરાશે. 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયના જન્મ જંયતી નિમિત્તે સમગ્ર પ્રદેશમાં 3500 થી વધારે યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નિકળશે. 12મી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લા-મહાનગરોમાં નવા જોડાયેલા યુવાનોનું યુવા સંમેલન યોજાશે. 14મી જાન્યુઆરીના રોજ સેવાવસ્તીમાં યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ અને ચિકી વિતરણ કાર્યક્રમ હાથ ધરાશે.. આગામી દિવસોમાં ચાર મહાનગરોમાં યુથ કોનકલ્વે યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પશુઓમાં કોરોના જેવો ભયંકર રોગ ફેલાયો, ઢોર-ઢાંખરને કરવા પડે છે કોરન્ટાઈન!


આજરોજ પ્રદેશ કાર્યાલય “ કમલમ” ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશમંત્રી પંકજભાઇ ચૌધરી ઉપસ્થિત રહી યુવા મોરચાના પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. 


યુવકે પત્ની સામે જ ભાભીને બાહોમાં જકડી લીધા, પછી પત્નીએ પોતાના બાળક સાથે...


પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરએ યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતા કહ્યુ હતું કે, યુવા મોરચાના કાર્યકર્તાઓમાં સેવાના ભાવ સાથે રાજકીય ક્ષેત્રમાં કામ કરવું જોઇએ. કોઇ પણ કુદરતી આફતમાં સેવાકીય કામમાં યુવા મોરચાના કાર્યકરો અગ્રેસર રહેવા જોઇએ. રાજયના યુવાનો કઇ રીતે વ્યસનથી દુર રહી શકે તે માટેની સતર્કતા યુવા મોરચાના કાર્યકરોમાં હોવી જોઇએ. આજુબાજુના વિસ્તારમાં થઇ રહેલી પોઝીટીવ, નેગેટીવ પ્રવૃતિઓની સતર્કતા યુવા મોરચાના કાર્યકરોમાં હોવી જોઇએ. 


'રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા રાતોરાત નકશો બદલાયો': રાજકોટમાં સ્થાનિકોનો આક્ષેપ


પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ યુવા મોરચના પદાધિકારીઓને જોશ અને જુસ્સો વધારતા કહ્યુ હતું કે યુવા મોરચાના કાર્યકર્તાઓમાં કયારેય નિરાશા ન આવી જોઇએ. નિરાશાએ કાર્યકર્તાઓનો વિકાસ રૂંધાવે છે. પાર્ટીના કોઇ પણ કાર્યક્રમને સફળ બનાવવા યુવા મોરચાની મહત્વની ભૂમિકા રહેવી જોઇએ. યુવા મોરચાના દરેક કાર્યક્રમ સંખ્યાત્મક સાથે રચનાત્મક કેવી રીતે થઇ શકે તે દિશામાં વિચારવું જોઇએ. 


કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વીડિયો વાયરલ, ઉમેદવારોને કહ્યું- બાળકો જાતે મહેનત કરે...


પ્રદેશના મંત્રી પંકજભાઇ ચૌધરીએ યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, અસંખ્ય કાર્યકર્તાઓના સમર્પણ પછી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. નવી પેઢીના કાર્યકર્તાઓ કઇ રીતે પાર્ટી સાથે જોડાઇ તે દિશામાં યુવા મોરચાએ આયોજન કરવું જોઇએ. “સક્ષમતા વધારવી”, “જહા કમ વહા હમ” અને “યોજક સશસ્ત્ર દુલર્ભમ” આ ત્રણ સુત્રને ધ્યાને રાખી યુવા મોરચાના દરેક કાર્યકર્તાએ કામ કરવું જોઇએ. 


વાપી નગર પાલિકાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો, કોંગ્રેસ, AAPના સૂપડાં સાફ, જાણો કોને કેટલી સીટ મળી?


ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ.પ્રશાંત કોરાટે આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે, નવા યુવા મતદારોને વિસ્તારક યોજના થકી ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ યુવા મોરચો કરશે. 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયના જન્મજંયતી નિમિત્તે સમગ્ર પ્રદેશમાં 3500 થી વધારે યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નિકળશે. 12મી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લા-મહાનગરોમાં નવા જોડાયેલા યુવાનોનું યુવા સંમેલન યોજાશે. 14મી જાન્યુઆરીના રોજ સેવાવસ્તીમાં યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ અને ચિકી વિતરણ કાર્યક્રમ હાથ ધરાશે. આગામી દિવસોમાં ચાર મહાનગરોમાં યુથ કોન્કલેવ યોજાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube