વાપી નગર પાલિકાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો, કોંગ્રેસ, AAPના સૂપડાં સાફ, જાણો કોને કેટલી સીટ મળી?

વાપી નગર પાલિકાની મતગણતરીની શરૂઆતમાં જ વૉર્ડ નંબર 1 અને 7માં ભાજપની પેનલ આગળ રહી છે. વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામમાં મોટાભાગની બેઠકોનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે.

Updated By: Nov 30, 2021, 01:56 PM IST
વાપી નગર પાલિકાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો, કોંગ્રેસ, AAPના સૂપડાં સાફ, જાણો કોને કેટલી સીટ મળી?

નિલેશ જોશી/વલસાડ: વાપી પાલિકાની ચૂંટણીમાં AAPના સૂપડાં સાફ થયા છે. વાપી પાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે. 40 બેઠકોની ગણતરીમાં તમામ બેઠકો પર ભાજપે ભગવો લહેરાયો છે. વલસાડની વાપી નગરપાલિકામાં ભાજપે એક તરફી જીત મેળવતા 44માંથી 37 બેઠકો પર કબજો કર્યો છે. તો 7 બેઠકો સાથે કૉંગ્રેસે જીતીને ફરી વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. જ્યારે 22 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારનાર આપનો એકપણ ઉમેદવાર જીત મેળવી શક્યો નથી. વોર્ડ નંબર 5માંથી ચૂંટણી લડનાર શહેર ભાજપના મહામંત્રીએ હારનો સામનો કરવો પડ્યો છે.

વાપી પાલિકાની કુલ 44માંથી 1 બેઠક (સુલપડ) અગાઉ બિનહરીફ થઇ ચૂકી છે, બાકી 43 બેઠક માટે 109 ઉમેદવારોનાં ભાવિ રવિવારે મતદારોએ ઇવીએમમાં સિલ કર્યાં હતાં. 51.87 ટકા જેટલું નીરસ મતદાન નોંધાયું હતું. ત્યારબાદ આજે સવારે મતગણતરીનો પ્રારંભ થતા જ શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ઝળહળતા વિજય બાદ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની જોડીને વાપીની જનતાએ વધાવી લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

વાપી નગર પાલિકાની મતગણતરીની શરૂઆતમાં જ વૉર્ડ નંબર 1 અને 7માં ભાજપની પેનલ આગળ રહી હતી. વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામમાં મોટાભાગની બેઠકોનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. 12 વાગ્યા સુધીમાં 11 વોર્ડની કુલ 44માંથી 37 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો અને વિજય રથ આગળ વધી રહ્યો છે. વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ પાંચ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. તમને જણાવી દઈએ કે ગત ટર્મમાં 44માંથી 41 બેઠક ભાજપ પાસે હતી. 

અત્રે નોંધનીય છે કે, 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 51.87 ટકા મતદાન થયું હતું. જ્યારે 1 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું હતું. વાપી નગર પાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. 129 બુથો પર થયેલા મતદાનની 22 રાઉન્ડમાં ગણતરી થઈ રહી છે. મતગણતરી કેન્દ્ર પર 200 પોલીસકર્મીઓની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. 

વાપી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં જાણો 44માંથી કંઈ 25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

વૉર્ડ નં-1, 2, 7 અને 8માં ભાજપની પેનલ વિજેતા
વૉર્ડ નં-1: સેજલબેન પટેલ, જ્યોતિબેન પાટીલ વિજેતા
વૉર્ડ નં-1: જીતુ કાલાવડિયા, જયેશ કંસારા વિજેતા
વૉર્ડ નં-2: જશોદાબેન પટેલ, તસલીમ બાબુલ વિજેતા
વૉર્ડ નં-2: મનોજ નંદાણિયા, ધર્મેશકુમાર પટેલ વિજેતા
વૉર્ડ નં-3: અર્ચનાબેન દેસાઈ, દેવલબેન દેસાઈ વિજેતા
વૉર્ડ નં-3: સુરેશ પટેલ અને પરીક્ષિત પટેલ વિજેતા
વૉર્ડ નં-7: મનીષાબેન મહેતા, મુકુંદાબેન પટેલ વિજેતા
વૉર્ડ નં-7: સતીષ પટેલ અને દિલીપ યાદવ વિજેતા
વૉર્ડ નં-8: અપેક્ષાબેન શાહ, નેહલબેન નાયક વિજેતા
વૉર્ડ નં-8: નિલેશ નાયકા, અભયકુમાર શાહ વિજેતા
વૉર્ડ નં-9: ટીનાબેન હળપતિ, કાશ્મીરાબેન શાહ વિજેતા
વૉર્ડ નં-9: મિતેશ દેસાઈ અને કુંજલ શાહનો વિજય

અત્રે નોંધનીય છે કે, ગત વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 44માંથી 41 બેઠકો પર પ્રચંડ બહુમતીથી વિજય મેળવ્યો હતો અને વાપી નગરપાલિકા પર સત્તા હાંસલ કરી હતી. આ વખતે ભાજપ 44માંથી 44  બેઠકો પર જીતી અને વાપી નગરપાલિકાનું શાસન સંભાળશે તેવો ભાજપે દાવો કર્યો છે. હવે ભાજપનો દાવો કેટલો સફળ થશે તે આજે દિવસના અંતે ખબર પડી જશે. નવી યુવા અને શિક્ષિત  ટીમ વાપી નગરપાલિકા વિસ્તારનો નવા ઉત્સાહથી વિકાસ કરશે તેઓ રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube