કિંજલ મિશ્રા, અમદાવાદ: પેટ્રોલ ડિઝલના તથા રાંધણ ગેસના વધી રહેલા ભાવથી સીધી અસર હાલમાં ગૃહિણીઓને થઇ રહી છે. દેશનો એક મોટો મઘ્યમ વર્ગ મોંધવારીના મારથી પીડાઇ રહ્યો છે અને 2019ની ચૂંટણીઓ આની અસર દેખાય એવું નિષ્ણાતો સ્વાભાવિક માની રહ્યા છે. એટલે જ મહિલાઓને સમજાવવાની જવાબદારી ભાજપે મહિલા મોચરાને સોપી છે. 2019ની ચૂંટણીને ભલે હજુ સમય હોય પરંતુ ભાજપે પોતાના સોગઠા બેસાડવના અત્યારથી જ શરૂ કરી દીધા છે. જેના અંતર્ગત વિવિધ મોરચાઓને એક્ટિવ કરવામાં આવ્યા છે. યુવા મોરચા બાદ હવે ભાજપ મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાવા જઇ રહ્યું છે. આ અધિવેશનમાં પીએમ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહે તે પ્રમાણેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીના સોગઠા બેસાડવવામાં અને રણનિતિ ધડવામાં ભાજપની એક આગવી પઘ્ઘતિ છે જેના કારણે જ અત્યાર સુધી અનેક ચૂંટણીઓમાં તેમને જીત મળતી આવી છે. ભાજપનો સૌથી મોટો મતદાર વર્ગ એ મહિલા અને યુવાનો છે. ત્યારે પોતાની વાત તમામ વર્ગની મહિલાઓ સુધી પહોંચાડવા માટે ભાજપ મહિલા મોરચાને મેદાને ઉતારશે. જેની માટે પ મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં 22-23 ડિેસેમ્બરે યોજાશે. 


જેમા પીએમ મોદી તથા રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે 1995 મા જ્યારે મહિલા મોરચો અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેનું પ્રથમ અધિવેશન ગુજરાતમાં થયુ હતું. ત્યારબાદ ગ્વાલિયર, જયપુર દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. જો કે છેલ્લા 10 વર્ષથી મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ નથી. 10 વર્ષ બાદ આ અધિવેશન ગુજરાતના વડોદરામાં યોજાશે. 


આ અંગે માહિતી આપતા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહટકરે જણાવ્યું હતું કે અધિવેશનમાં દેશના 851 જિલ્લાઓમાંથી મહિલા મોરચાના પદાધિકારીઓને અપેક્ષિત રાખવામા આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય સમિતિ, પ્રદેશ સમિતિઓના હોદ્દેદારો, વાલીમંડળના પ્રતિનિધી, જિલ્લા અધ્યક્ષ, સાસંદ તથા ધારાસભ્ય મહિલા પ્રતિનિધીઓને આમંત્રિત આપવામાં આવશે. જેને લઇને કમલમ ખાતે સતત બેઠકનો દોર શરૂ  થઇ ગયો છે. 


એક અંદાજ પ્રમાણે દેશભરમાંથી 7 થી 10 હજાર મહિલા કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓ આ અધિવેશનમાં ભાગ લેશે. વુમેન એમપાવર મેન્ટ સહીત અલગ અલગ થીમ અધિવેશનમા જોવા મળશે. મહત્વનું છે કે અધિવેશનનું આયોજન પહેલા અમદાવાદ ખાતે કરવાની વિચારણા ચાલી રહી હતી. જો કે દેશભરમાંથી આવનાર કાર્યકર્તાઓ સ્ટેટ્યુ ઓફ યુનિટીને નિહાળી શકે એ હેતુથી અધિવેશનનું આયોજન વડોદરા કરવામાં આવ્યુ છે.  


અધિવેશની થીમ અંગે વાત કરતાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહટકરે એમ પણ જણાવ્યું હતું. ગુજરાતનું સંગઠન ખૂબ જ સબળ છે, દેશની બધી મહિલા કાર્યકર્તાઓ અહી કામ કરવાની પધ્ધતીને જુએ અને અપનાવે તે માટે અધિવેશનનુ આયોજન કરાયુ છે. સાથે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ ને ધ્યાનમા રાખીને અનેક યોજનાઓ બનાવવામાં આવી છે તે જરૂરીયાતમંદો સુધી જાય તેમજ આ અંગે જનજાગૃતિ થાય એ માટેનું માર્ગદર્શન પણ અધિવેશનમાં આપવામાં આવશે. 


મહત્વનું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મહિલ મોરચા દ્વારા ટાઉન હોલનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ મહિલા મોરચાની સક્રિયતામાં ક્રમશ ઘટાડો થયો છે. ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલ ગુજરાતના રાજકારણમાં સક્રીય હતા, ત્યારે મહિલા મોરચામાં સતત નવા પ્રકારના કાર્યક્રમ થાય એ માટે માર્ગદર્શન આપતા હતા. સીઘી અને આડકતરી રીતે દેખરેખ પણ રાખતા હતા. જો કે તેમના મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા બાદ હાલના ગુજરાત મહિલા મોરચામાં દિશા નિર્દેશ માટે જાણે શૂન્યાવકાશ સર્જાયો છે. ત્યારે આ અધિવેશનથી મહિલા કાર્યકર્તાઓ કેટલી સક્રિય થશે તેમજ મોધવારીની મારથી પીડાતી મહિલા મતદારોને રીઝવવામાં કેટલા સફળ રહેશે.