Gujarat Loksabha : ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ 25 સીટો પર જીત મેળવી છે, જ્યારે બના સકાંઠામાં ગેનીબેન ઠાકોરે ઈતિહાસ રચતા શાનદાર જીત મેળવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતમાં તમામ સીટો 5 લાખના માર્જિનથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટી માત્ર 4 સીટ પાંચ લાખ કે તેનાથી વધુના માર્જિનથી જીતી છે. પરંતુ ત્રણ સીટ એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જીતનું માર્જિન એક લાખથી ઓછું રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાના સપનાં જોઈ રહ્યું છે માત્ર 4 બેઠકો પર 5 લાખની લીડ છે. 2019માં પણ 4 બેઠકો પર 5 લાખની લીડ હતી. પાટીલે 26માંથી 26 બેઠકો લીડથી જીતવાનો આદેશ કર્યો હતો એ પાટીલ સૌથી વધારે લીડથી જીત્યા છે. પાટીલ દેશમાં ત્રીજા નંબરે તો ગુજરાતમાં નંબર વન સ્થાને છે. અમિત શાહ બીજા નંબરે રહ્યાં છે. 


આ ત્રણ સીટ પર માર્જિન એક લાખથી ઓછું
ભારતીય જનતા પાર્ટીનો દરેક સીટ 5 લાખથી વધુ જીતવાનો નારો આપ્યો હતો પરંતુ તે હવામાં ઉડી ગયો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ચાર સીટ ભાજપે પાંચ લાખથી વધુ મતોથી જીતી છે, પરંતુ ત્રણ બેઠક તો 1 લાખથી ઓછા મતે જીતી છે. આ બેઠક પાટણ, આણંદ અને ભરૂચ છે. 


પાટણમાં માત્ર 31 હજાર મતે જીત
પાટણમાં ભારતીય જનતાના ભરતસિંહ ડાભી મેદાનમાં હતા,. તેમને કોંગ્રેસના ઉમેદવારે જોરદાર ટક્કર આપી હતી. એક સમયે કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ઠાકોરને માત્ર 31876 મતે જીત મળી છે. 


આણંદમાં પણ 1 લાખથી ઓછી સીટ
આણંદ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેષ પટેલ હતા. મિતેશ પટેલને કુલ 6 લાખ 12 હજાર 484 મત મળ્યા છે. પરંતુ મિતેષ પટેલને માત્ર 89939 મતે જીત મળી છે. એટલે કે આ સીટનું માર્જિન પણ એક લાખથી ઓછું રહ્યું છે.


ભરૂચમાં પણ જીતનું માર્જિન ઘટ્યું
ભરૂચ લોકસભા સીટ પર મનસુખ વસાવાની ટક્કર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સામે હતી. બંને વસાવા આમને-સામને આવતા જોરદાર ટક્કર જોવા મળી હતી. પરંતુ આ સીટ પર મનસુખ વસાવા 85696 મતે જીત મેળવવામાં સફળ રહ્યું છે. આ સીટ પર પણ માર્જિન ઘટ્યું છે.