પરપ્રાંતિય મજૂરો પાસેથી ટ્રેનની ટિકીટોના લાખો રૂપિયા ઉઘરાવનાર ભાજપના કાર્યકરની ધરપકડ, વીડિયો થયો હતો વાયરલ
સુરત. લિંબાયતમાં રહેતા ભાજપના આગેવાને મજુરો પાસેથી ટ્રેનની ટિકિટના લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. તેની સામે આ આગેવાને ઘણા લોકોને ટિકિટ આપી જ ન હતી. મજુરો ટિકિટ લેવા તેની ઓફિસ કે ઘરે જાય ત્યારે તેમની સાથે ઝઘડો કરીને ગુંડાગર્દી કરી હતી.
ચેતન પટેલ, સુરત: ગુજરાતમાં મજૂરી કામ કરતાં પરપ્રાંતિયોને વતન વાપસી માટે સરકાર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં વતન વાપસી કરી રહેલા પરપ્રાંતિયો પાસેથી ભાડા વસૂલવામાં આવતી હોવાની બૂમરાડ પણ ઉઠી છે. ત્યારે બીજી તરફ સુરત ભાજપના કાર્યકરે રૂપિયા લાઇ લીધા બાદ પણ ટ્રેનની ટિકિટની વ્યવસ્થા કરી આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને જ્યારે મજૂરો ટિકીટ લેવા તેમની ઓફિસ પહોંચ્યા તો દાદાગીરી કરવા લાગ્યો હતો. પરપ્રાંતિ એક મજૂર ગ્રુપે 1.16 લાખ રૂપિયા આપ્યા જે પાછા લેવા જતાં તેને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
સુરત. લિંબાયતમાં રહેતા ભાજપના આગેવાને મજુરો પાસેથી ટ્રેનની ટિકિટના લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. તેની સામે આ આગેવાને ઘણા લોકોને ટિકિટ આપી જ ન હતી. મજુરો ટિકિટ લેવા તેની ઓફિસ કે ઘરે જાય ત્યારે તેમની સાથે ઝઘડો કરીને ગુંડાગર્દી કરી હતી. એક મજુરે તેના ગૃપના 1.16 લાખ રૂપિયા પરત માંગતા આગેવાન રાજેશ વર્માએ તેને લાકડાના ફટકાથી માથામાં મારીને માથું ફોડી નાખ્યું હતું.
મળતી માહિતી અનુસાર ભાજપ સુરતના કાર્યકર રાજેશ વર્માએ ટિકીટોની કાળાબજારી કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં 700 રૂપિયાની ટીકીટના 1 હજાર રૂપિયા માંગી રહ્યો છે. રાજેશ વર્માએ 1.60 સેંકડો મજુરો પાસેથી લાખો રૂપિયા લઈ લીધા છે. તેને જેમની પાસેથી રૂપિયા લીધા તે તમામને ટિકિટો આપી નથી. ઝારખંડના સેંકડો મજુરો તેની ઓફિસે જઈને ધક્કા ખાઈ રહ્યા છે.
એક પરપ્રાંતિય યુવકે પોતાના ગ્રુપના 100 લોકોના 1.16 લાખ આપ્યા હતા. રાજેશ વર્માએ 6 તારીખે ટિકીટ આપવાની વાત કરી હતી પરંતુ આપી ન હતી. ત્યારે બીજા દિવસે એટલે 7 આપવાનું કહી તેને રવાના કરી દીધો હતો. બીજા દિવસે આ યુવક રાજેશ વર્માના ઘરે ટિકીટ લેવા ગયો હતો અને કહ્યું હતું કે ટિકીટ ન આપવી હોય તો પૈસા આપો. ત્યારે રાજેશ વર્માએ ટિકીટ અને પૈસા આપવાનું સ્પષ્ટ ના પાડી દીધી હતી અને યુવકને લાકડી વડે ફટકાર્યો હતો. ત્યારબાદ આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવકે તેને માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. વીડિયોમાં યુવક એમ કહેતો નજરે પડે છે રાજેશ વર્માએ બે-બે હજાર રૂપિયામાં ટિકીટ બ્લેકમાં વેચી નાખી છે. ત્યારબાદ લિંબાયત પોલીસે રાજેશ વર્માની ધરપકડ કરી લીધી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube