સૌરાષ્ટ્રમાં સૌથી વધુ બેઠકો કબજે કરવા ભાજપની રણનીતિ, શાહની હાજરીમાં ગીર સોમનાથમાં મળી બેઠક
Gujarat Election: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી. જેમાં ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અમિત શાહે સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ગીર સોમનાથઃ રાજ્યમાં હવે ગણતરીના દિવસો બાદ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની રણનીતિ ઘડી રહી છે. આજે સોમનાથમાં ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સૌરાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના મહત્વપૂર્ણ પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હાજર રહ્યાં હતા. ત્યારબાદ અમિત શાહે સોમનાથ મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
અમિત શાહે કાર્યકર્તાઓ સાથે કરી વાતચીત
વેરાવળ માર્કેટિંગ યાર્ડાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. જેમાં ભાગ લેવા અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ સવારે સોમનાથ પહોંચ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ હાજર રહ્યાં હતા. અમિત શાહે કાર્યકર્તાઓ સાથે વાત કરીને ચૂંટણી જીતવાની રણનીતિ ઘડી હતી.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, સરકારે 1382 PSIની ભરતી કરી
સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ સીટો કબજે કરવા ભાજપની રણનીતિ
ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું હતું. એટલે આ વખતે ભાજપની નજર સૌરાષ્ટ્રની 53 સીટો પર છે. અમિત શાહે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રના અન્ય અગ્રણી નેતાઓ પણ પહોંચ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube