Loksabha Election 2024: રૂપાલાથી નારાજ ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. 12 એપ્રિલે ક્ષત્રિય સમાજની એક મોટી જ્ઞાતિ કાઠી સમાજે રૂપાલના સમર્થન આપ્યું છે પરંતુ 13 એપ્રિલે કાઠી સમાજના અન્ય લોકોએ મીડિયા સામે આવીને રૂપાલાનો વિરોધ કર્યો. એટલે કે હવે કાઠી સમાજમાં જ બે ભાગ પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચેનો આ વિવાદ હવે ક્યાં જઈને અટકશે?. આ વિવાદને કારણે સમાજમાં અંદરોઅંદર ભાગલા પડવા લાગ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઉત્તર ગુજરાતનો વારો! કડાકા સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, કચ્છનો પડશે વારો!


  • રૂપાલા વિવાદમાં હવે વધુ એક સમાજમાં પડ્યા ભાગલા

  • ક્ષત્રિય કાઠી સમાજમાં પણ પડી ગયા બે ભાગ

  • એક જૂથ રૂપાલાના સમર્થનમાં, બીજુ વિરોધમાં

  • કાઠી સમાજના પ્રમુખે રૂપાલાનું કર્યું હતું સમર્થન 

  • કાઠી રાજવીઓએ રૂપાલાના વિરોધમાં આપ્યું નિવેદન 

  • રૂપાલા વિવાદમાં રોજ જોવા મળી રહ્યા છે નવા નવા રંગ


રાજકોટમાં ઓલવાયું નથી, ત્યાં વડોદરામાં સળગ્યું! ભાજપની જૂથબંધી વોર્ડકક્ષાએ છતી થઈ


રૂપાલા વિવાદ સમાવવાનું નામ નથી લઈ રહ્યો એક પછી એક રોજ નવા નવા રંગોનો તેમાં ઉમેરો થઈ રહ્યો છે. આ લડાઈ હવે સમાજની અંદર જ અંદરો અંદરની લડાઈ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જે કાઠી સમાજની ગુજરાતમાં 7થી 8 ટકા વસતી છે. રાજકોટ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ સમાજની બહોળી બહૂમતિ છે. તે સમાજ પણ હવે રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈમાં વહેંચાઈ ગયો છે. સમાજની એક વર્ગ રૂપાલાને માફ કરવાના મુડમાં છે. તો બીજો વર્ગ માફ નહીં કરવાના મુડમાં છે. આ જ સમાજના પ્રમુખ મુન્નાભાઈ વિંછીયા અને સમાજના અન્ય અગ્રણીઓએ મીડિયા સામે આવીને એવું નિવેદન આપ્યું હતું કે, અમે હિન્દુત્વ અને સનાતનના મુદ્દાને કારણે રૂપાલાની સાથે છીએ. કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. 


સાબરકાંઠામાં જોવા મળ્યું ટ્રેલર, ફિલ્મ તો કાલે રાજકોટમાં દેખાશે! ઉગ્ર આંદોલનની ચીમકી


કાઠી સમાજના આગેવાન પ્રતાપ ખુમાણે મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, રૂપાલાના નિવેદનનો અમે વિરોધ કરીએ છીએ. જો કે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે અમારો વિરોધ રૂપાલા સામે છે. ભાજપ સામે નથી રૂપાલાએ નિખાલસ્તાથી માફી નથી માગી તેવું પણ તેમણે કહ્યું. રૂપાલાની કોઈ પણ માફી સમાજને લાગેલી ચોટને દૂર કરી શકે તેમ નથી. અમે રૂપાલા સામે ચાલી રહેલા આંદોલનની સાથે છીએ.


તમારૂ બજેટ રાખો તૈયાર, ક્રેટા, ગ્રાન્ડ વિટારાને ટક્કર આપવા આવી રહી છે 2 નવી SUV


આ વિવાદથી એટલું તો સમજી જ શકાય છે કે સમાજની અંદર જ બે ભાગ પડી ગયા છે. જે સમાજ માટે સારી વાત નથી. હવે વાત કાઠી સમાજની કરીએ તો, કાઠી સમાજની મહેમાનગતિના અનેક ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતમાં આ સમાજની મોટી વસતી છે. સમગ્ર રાજ્યમાં 7થી 8 ટકા આ સમાજનું પ્રભુત્વ છે. એકલા રાજકોટમાં દોઢ લાખ જેટલા મતદારો કાઠી છે. તો રાજકોટ સિવાય સુરેન્દ્રનગરમાં પણ દોઢ લાખ જેટલા કાઠી મતદારો છે. આ સિવાય અમરેલી, રાજુલા, જૂનાગઢ અને બોટાદમાં કાઠી સમાજની મોટી વસતી વસવાટ કરે છે. 


ગુજરાતમાં નેતાઓના વર્ચસ્વની લડાઈમાં BJPના ઘરમાં કજિયાં, 8 સીટ પર ખખડી રહ્યા છે વાસણો


  • ગુજરાતમાં કાઠી સમાજ

  • ગુજરાતમાં આ સમાજની મોટી વસતી છે

  • રાજ્યમાં 7થી 8 ટકા કાઠી સમાજનું પ્રભુત્વ

  • એકલા રાજકોટમાં દોઢ લાખ જેટલા મતદારો કાઠી

  • સુરેન્દ્રનગરમાં પણ દોઢ લાખ જેટલા કાઠી મતદારો

  • અમરેલી, રાજુલા, જૂનાગઢ,બોટાદમાં કાઠી સમાજની મોટી વસતી


નોકરીની લાલચમાં યુવતીનો વારંવાર દેહ ચૂંથાયો, યુવકથી બચવા ગઈ તો તાંત્રિકે પણ...


કાઠી સમાજની વસ્તી ન માત્ર રાજકોટ પરંતુ સુરેન્દ્રનગર અને અમરેલી લોકસભા બેઠક પર પણ મોટી સંખ્યામાં છે. આ તમામ લોકો કોની તરફેણમાં મતદાન કરે છે તે જોવાનું રહેશે. કારણ કે રૂપાલા વિવાદથી નુકસાન માત્ર રૂપાલાને જ નહીં પરંતુ ભાજપને ઘણી બધી બેઠક પર થઈ રહ્યું છે. ત્યારે એ જોવાનું રહેશે કે આ વિવાદનો ક્યારે કોઈ સુખદ હલ નીકળે છે?