રાજકોટમાં નકલી દવાનો કાળો કારોબાર, પટેલ ક્લિનિક પર SOG ના દરોડા
રાજકોટમાં આવેલી શ્રમજીવી હોસ્પિટલમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં કિડનીની દવાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાનું બહાર આવ્યું છે. પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનનમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે. રાજકોટમાં આવેલી શ્રમજીવી હોસ્પિટલમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં આવેલા પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં એસઓજીની ટીમ દરોડા પાડવા પહોંચી હતી. અહીં દવા સાથે ચેડા કરી લોકોને આપવામાં આવતી હતી. આ અંગે રાજકોટફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડો. સુમિત વ્યાસે કહ્યુ કે, પરેશ પટેલનું ગોડાઉન મળ્યું છે. ત્રણથી ચાર દવા એક્સપાઇરી ડેટવાળી હતી તેનું સ્ટીકર બદલવામાં આવતું હતું. અહીંથી દવાના સેમ્પલ લેવામાં આવ્યા છે. લેબલ બદલાવી દવાઓ બનાવવામાં આવતી હતી.
આ પણ વાંચો- પતિએ NRI મહિલા સાથે લગ્ન કરી અંગત પળોના ફોટા પાડ્યા, લાખો રૂપિયા અને અમેરિકાની નાગરિકતા અપાવવાની કરી માંગ
અધિકારીએ કહ્યું કે, સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. અહીં ત્રણથી ચાર દવા શંકાસ્પદ જોવા મળી છે. લૉકડાઉન બાદ આયુર્વેદિક દવાના નામે આ દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. કિડનીની દવાના નામે લોકોની સાથે ચેડા કરવામાં આવી રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube