ભરત ચૂડાસમા/ભરૂચઃ ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. યશસ્વી કેમિકલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો, જેના બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કંપનીમાંથી ઉડતા દેખાયા હતા. હવે આ આગકાંડમાં મૃત્યુઆંક વધી ગયો છે. નવા અપડેટ પ્રમાણે અત્યાર સુધી કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. તો 50 જેટલા લોકો દાઝી ગયા છે. આ ઘટના બાદ  ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી 8 લોકોના મોત
આ ઘટનામાં મૃત્યુઆંકની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. તો કુલ 50 જેટલા લોકો દાઝ્યા છે. અત્યારે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગેલા પ્લાન્ટમાં હાલ હાઇડ્રોજન ગેસનું ટેન્કર ગોવાથી કુલિંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આસપાસના ત્રણ ગામોને પણ ખાલી કરવામાં આવ્યા છે. આગ લાગવાને કારણે કંપનીમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના પગલે આગ ફાટી નિકળ્યા બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. તો કંપનીના કેટલાક કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા. 


ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ન હોવાને કારણે ઘણા કર્મચારીઓ દુખાવાથી હેરાન થઈ રહ્યાં હતા. તો આ આગ બાદ  સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 10 જેટલા ફાયર ટેન્કરો કંપનીએ પહોંચ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર