ધંધુકા રોડ પર ગેસના બાટલા ભરેલા ટ્રકમા બ્લાસ્ટ, બાજુથી પસાર થઈ રહેલી કારમાં સવાર 4 ઈજાગ્રસ્ત
ધંધુકા ફેદરા રોડ પર હરીપુરા પાટીયા પાસે આજે મોટી ઘટના સર્જાઈ હતી. ગેસના બાટલા ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને પગલે સમગ્ર રોડ પર અફરાતફરી મચી ગઈ હતી.
ઝી મીડિયા/બ્યૂરો :ધંધુકા ફેદરા રોડ પર હરીપુરા પાટીયા પાસે આજે મોટી ઘટના સર્જાઈ હતી. ગેસના બાટલા ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને પગલે સમગ્ર રોડ પર અફરાતફરી મચી ગઈ હતી.
આ ગુજરાતીએ બનાવેલ સંજીવની લાડુમાં કેટલી તાકાત છે તે સાંભળીને અભિભૂત થઈ જશો
પ્રાપ્ત માહિતી અનુસાર, હરીપુરા પાટીયા પાસે થયેલા બ્લાસ્ટમાં આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતા. જેને જોઈને આસપાસના ગામના લોકો પણ ડરી ગયા હતા. બ્લાસ્ટના અવાજને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તો સાથે જ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, કોઈ વાહનને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટમાં તેજશભાઇ રમેશચંદ્ર મોદી (ઉ.વ. 49), ફાલ્ગુનીબેન તેજશભાઇ (ઉ.વ. 46), ઝિન્કલબેન તેજશભાઈ (ઉ.વ. 25) અને કિન્તુલભાઈ તેજશભાઇ (ઉ.વ. 21) ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકો એક જ પરિવારના છે, જેઓ જે જગ્યા પર બ્લાસ્ટ થયો ત્યાંથી પસાર થઈ રહેલી કારમાં સવાર હતા.
ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલીને ટ્રાફિક દૂર કર્યો હતો. ટ્રકમાં બ્લાસ્ટ થયો તે સમયે જ ત્યાંથી એસટી બસ સહિત અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. જોકે તેઓને કોઇપણ નુકસાન પહોંચ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર