પુત્રના અભ્યાસ માટે પિતા કિડની વેચવા બન્યા મજબૂર, માતા કરે છે મજૂરી કામ
પોતાના બાળકોને ભણાવવા માટે આજના માતા-પિતા કંઇપણ કરવા તૈયાર હોય છે. ત્યારે એવા પણ કિસ્સા સામે આવતા હોય છે, જેમાં માતા-પિતા તેમના બાળકોના અભ્યાસ માટે પોતાની પ્રોપર્ટી પણ ગીરો મુકી દેતા હયો છે અથવા તો તેને વેચી દે છે.
નવસારી: પોતાના બાળકોને ભણાવવા માટે આજના માતા-પિતા કંઇપણ કરવા તૈયાર હોય છે. ત્યારે એવા પણ કિસ્સા સામે આવતા હોય છે, જેમાં માતા-પિતા તેમના બાળકોના અભ્યાસ માટે પોતાની પ્રોપર્ટી પણ ગીરો મુકી દેતા હયો છે અથવા તો તેને વેચી દે છે. પરંતુ એક એવા પણ પિતા છે, જેમણે તેમના પુત્રના અભ્યાસ માટે પોતાની કિડની વેચવા પણ તૈયાર થઇ ગયા છે. નવસારીના આદિવાસી વિસ્તાર કહેવાતા વાસંદા તાલુકાના ઉપસલ ગામમાં રહેતા શિક્ષિત દિવ્યાંગ પિતા તેમના પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે પોતાની કિડની વેચવા મજબૂર બન્યા છે.
વધુમાં વાંચો:- વડોદરામાં સ્કુલવાન ચાલકોની નફ્ફટાઇ, બાળકોના રસ્તે રઝળતા મુક્કી ભાગી ગયા
વાસંદા તાલુકાના ઉપસલ ગામમાં રહેતા જયેશ પટેલ 1995માં ચિખલીની કોલેજમાંથી ગ્રેજ્યૂએટ થયા બાદ તેમણે આઇટીઆઇ કર્યુ હતું અને ત્યારબાદ નોકરીની શોધ કરવા લાગ્યા હતા. પરંતુ નોકરી મળતા પહેલા જ જયેશના જીવનમાં અંધારૂ છવાઇ ગયું હતું. જયેશને નોકરી માટે કંપનીઓમાંથી કોલ લેટર આવવા લાગ્યા પરંતુ તેઓ નોકરીમાં જોડાય તે પહેલા જ અચાનક તેમની આંખોની રોશની જતી રહી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે તેમનો પુત્ર સોહિલ 5 વર્ષનો હતો. સોહિલ મોટો થયો અને 10માં ધોરણમાં આવ્યો. સોહિલ 10માં ધોરણમાં 90.57 ટકા માર્ક્સ લઇને આવ્યો હતો.
વધુમાં વાંચો:- પ્રી-બજેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત માટે કેન્દ્રીય સહાયની કરી માગ
પિતા દિવ્યાંગ છે. માતા મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સાથે પુત્રને અભ્યાસ કરાવી રહી હતી. પરંતુ હવે તેઓને તેમના બાળકના શિક્ષણ માટે વધુ પૈસાની જરૂરીયા છે જે તેમની પાસે નથી. ત્યારે પિતાએ પુત્રના અભ્યાસ માટે પોતાની કિડની વેચવાનો નિર્ણય કહર્યો છે. જો કે, જયેશ પટેલ કોઇ એવા માણસની શોધ કરી રહ્યાં છે, જેમને કિડનીની જરૂરીયાત હોય અને તેની સામે તેમના પુત્રના અભ્યાસ માટે તેમને પૈસા આપે.
વધુમાં વાંચો:- Surat : MLA હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલમાં જઈને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી
પરંતુ ડોક્ટર બનવાનું સપનું જોનાર પુત્રને પિતાની કિડની વેચવાની વાત મંજૂર નથી. ત્યારે આ અંગે સોહિલનું કહેવું છે કે, કોઇપણ કામ કરી લઇશ, પરંતુ પિતાને કિડની વેચવા નહીં દઉ. હાલતો સોહિલ પ્રતાપ નગર હાઇસ્કૂલમાં સાયન્સમાં અડમિશન લઇ અભ્યાસ કરી રહ્યો છે.
જુઓ Live TV:-