Surat : MLA હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલમાં જઈને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળો પરથી આવે છે, જોકે સરકારના તમામ સુવિધાઓના દાવાઓ છતાં દર્દીઓને અહીં ધક્કા ખાવા પડે છે, અનેક વખત આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુપ્રિટેન્ડેન્ટને લેખિત અને મૌખિક ફરિયાદો કરી હતી, સાથે જ રાજ્ય સરકારનું પણ ધ્યાન દોર્યું હતું. પરંતુ તેમ છતાં ન તો સિવિલ પ્રસાશન કે પછી ન તો સરકારના પેટનું પાણી હાલ્યું છે, અને તેથી જ આજે ધારસભ્ય હર્ષ સંઘવી જાતે જ સિવિલ હોસ્પિટલના રાઉન્ડ પર નીકળ્યા હતા. ત્યારે તેમણે ગુસ્સે થઈને ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપી હતી.
Surat : MLA હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલમાં જઈને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી

તેજશ મોદી/સુરત :સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળો પરથી આવે છે, જોકે સરકારના તમામ સુવિધાઓના દાવાઓ છતાં દર્દીઓને અહીં ધક્કા ખાવા પડે છે, અનેક વખત આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુપ્રિટેન્ડેન્ટને લેખિત અને મૌખિક ફરિયાદો કરી હતી, સાથે જ રાજ્ય સરકારનું પણ ધ્યાન દોર્યું હતું. પરંતુ તેમ છતાં ન તો સિવિલ પ્રસાશન કે પછી ન તો સરકારના પેટનું પાણી હાલ્યું છે, અને તેથી જ આજે ધારસભ્ય હર્ષ સંઘવી જાતે જ સિવિલ હોસ્પિટલના રાઉન્ડ પર નીકળ્યા હતા. ત્યારે તેમણે ગુસ્સે થઈને ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપી હતી.

ધારાસભ્ય હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં અનેક જગ્યાઓ પર ત્રુટીઓ જોઈ હતી. તેમને મશીનો બંધ હાલતમાં જોયા, રૂમોને તાળા જોયા, સાથે જ એક ઈલેક્ટ્રિકલ પ્લગ સિવિલ પ્રશાસન ન નંખાવી શક્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓ બરાબરના ગુસ્સે થયા હતાં અને આ બધું બંધ કરી કામગીરી કરવા તાકીદ કરી હતી. એક તબક્કે તો હર્ષ સંઘવીએ ટાંટીયા તોડી નાંખવાની ધમકી પણ આપી હતી.

આ વાતની કબુલાત હર્ષ સંધવીએ ઝી 24 કલાકના કેમેરા સમક્ષ પણ કરી હતી. સમગ્ર મામલે જ્યારે ધારસભ્ય હર્ષ સંઘવીએ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી તો તેમને ફરિયાદોનો લાંબી યાદી રજૂ કરી હતી. તો તે જ સમયે હાજર સિવિલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે કહ્યું હતું કે, સરકાર તરફથી ફંડ નહીં મળતા કામ અટવાઈ રહ્યું છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news