વર્લ્ડ ચેમ્પિયન બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય શાકભાજી વેચવા બન્યો મજબૂર
બ્લાઇન્ડ ખેલાડીઓ માટે રમતા વર્લ્ડ કપના સભ્યએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. વર્ષ 2018ની વિજેતા બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય નરેશ તુમડા મદદ માંગવા મજબૂર બન્યો છે. દેશ માટે ગૌરવ મેળવનાર, દેશને ગૌરવ અપાવનાર નરેશ તુમડા આર્થિક રીતે પરેશાન રહેતા સરકારથી મદદ માંગી છે.
અતુલ તિવારી, અમદાવાદ: બ્લાઇન્ડ ખેલાડીઓ માટે રમતા વર્લ્ડ કપના સભ્યએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. વર્ષ 2018ની વિજેતા બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય નરેશ તુમડા મદદ માંગવા મજબૂર બન્યો છે. દેશ માટે ગૌરવ મેળવનાર, દેશને ગૌરવ અપાવનાર નરેશ તુમડા આર્થિક રીતે પરેશાન રહેતા સરકારથી મદદ માંગી છે.
આ પણ વાંચો:- Dhoni બાદ PM Modiએ લખ્યો Suresh Rainaને પત્ર, જાણો શું કહ્યું પત્રમાં
સરકાર આર્થિક સહાય કરે અથવા સરકારી કોટા અંતર્ગત નોકરી આપે તેવી માંગ કરી છે. નવસારીના વતની નરેશ તુમડા બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ચીમ તરફથી રમ્યો છે. વર્લ્ડ કપ 2018માં 3 મેચ બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2018માં વિશ્વ વિજેતા એવી ભારતીય ટીમનો સભ્યો હતો. નરેશ તુમડા ફાઇનલમાં બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.
આ પણ વાંચો:- PM મોદીએ ધોનીને લખ્યો પત્ર, માહીએ આપ્યો આ જવાબ
બ્લાઇન્ડ ક્રિકેટની દુનિયામાં અનેક સર્ટિફિકેટ અને મેડલ નરેશ તુમડાએ હાંસિલ કર્યા છે. 20થી વધુ ટ્રોફી હાંસલ કરનાર નરેશ તુમડા પાસે પોતાના ઘરમાં પોતે મેળવેલી ટ્રોફી મુકવાની જગ્યા પણ નથી. પોતાના દાદીને મળેલા આવાસમાં નરેશ તુમડા પોતાની ટ્રોફી મુકવા મજબૂર બન્યો છે. નરેશ તુમડા એસવાય બી.કોમ.માં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો:- આ 3 ટીમો ક્યારેય ન બની શકી IPL ચેમ્પિયન, જાણો શું છે કારણ
આર્થિક સંકડામણને કારણે અભ્યાસ પડતો મુકવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેતરમાં મજૂરી કરી પિતાએ મોટો કર્યો ત્યારે હાલ પણ ખેત મજૂરી તેમજ અભ્યાસની સાથે સાથે નરેશ ક્રિકેટ મેચ રમે છે. હાલ તો તમામ પ્રમાણપત્રો નરેશ તુમડા માટે માત્ર કાગળ સાબિત થયા છે. દેશને ગર્વ અપાવનાર ખેલાડી આર્થિક મદદની સરકાર પાસે મદદ માંગી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર