સુરત : શહેરમાં અસામાજીક તત્વો જાણે ધીરે ધીરે બેફામ બની રહ્યા છે. તો બીજી તરફ ધંધાકીય અદાવતમાં ગતરોજ લીંબાયતની ગેંગ દ્વારા ઉધનાની એક ગેંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે લીંબાયતની ગેંગ દ્વારા ઉધનાની ગેંગના સભ્યને ચપ્પુ મારતા ઉધનાની ગેંગે લીંબાયત ગેંગની ગાડી સળગાવી નાખતા મામલો તંગ બન્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે હત્યાનો પ્રયાસ  અને રાયોટિંગનો ગુનો નોંધી બંન્ને સામે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ આદરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પડ્યા હાથરસના પડઘા, પીડિતાને ન્યાય અપાવવા રસ્તે ઉતર્યા લોકો

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે સુરતનો લીંબાયત અને ઉધના વિસ્તાર જાણે ગુનેગારોનું બહ બની રહ્યો છે. કારણ કે અહીંયા અસામાજિક તત્વો ધંધાકીય  અદાવતમાં એક બીજા પર હુમલો કરી ગેંગવોર કરતા રહે છે. ત્યારે બીજી તરફ ગતરોજ રાત્રીના સમયે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા ગોપાલ રાવણ અને બંટી દયાવાનની ગેંગની છેલ્લા લાંબા સમયથી ઉધનાના સુલતાનની ગેંગ સાથે ધંધાકીય અદાવત ચાલી રહી છે. જે ગઇ કાલે લોહીયાળ બની હતી.


ઘોડે ચઢી ‘ચાર ચાર બંગડીવાળી....’ ગીતની ગાયક કિંજલ દવે

બે ગાડીમાં 8 જેટલા માણસો માટે રાવણ અને દયાવાન ગેંગના સભ્યો ઉધના રોડ પર નંબર 6 પર સુલ્તાન પર હુમલો કર્યો હતો. જો કે સુલતાન ત્યાંથી ભાગી છુટ્યો હતો. તેનો માણસ રાહુલ હાથમાં આવી જતા આ ગેંગ દ્વારા તેને માર મારમાવામાં આવ્યો હતો. જ્યારે તેને ચપ્પુના ઘા પણ માર્યા હતા. તેવા સમયે સુલતાન ગેંદ આવી જતા રાવણ દયાવાન ગેંગનો એક સભ્ય તેમના હાથ લાગી જતા તેને મારા મારી તેમની ગાડી સળગાવી નાખી હતી. જો કે ગેંગવોર થતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પેદા થઇ ગયો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ તત્કાલ બનાવના સ્થળ પર આવી. આ મુદ્દે બંન્ને ગેંગ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી વધારે તપાસ શરૂ કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube