હાર્દિક દીક્ષિત/વડોદરા : કળીયુગ હવે પોતાની ચમરસીમા પર હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરનાં ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ જ પોતાની માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવવાો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. માતાની હત્યા બાદ પુત્રએ બે હાથ જોડી લાશ પાસે જ ઉભો રહ્યો હતો. ઓમ નમ: શિવાયનાં નામનાં જાપ કર્યા હતા. ગોત્રી પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા પુત્ર એકલા રહેતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં રોજગાર: AIIMS માં સરકારી નોકરીઓનો વરસાદ, તમામ વિગતો મેળવો માત્ર એક ક્લિક પર

27 વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારિયા ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો. 50 વર્ષીય માતા ભીખીબેન બારિયા ઘરકામ કરતા હતા. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઇ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે ઉશ્કેરાયેલા પુત્રએ માતાની છાતી અને પેટમાં કાચના ટુકડાઓ માર્યા હતા. જેના કારણે માતાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને ઢાંક પીછોડા કરવા માટે પુત્રએ પોતાની પુત્રએ ઘરના પાછળનાં ભાગે આવેલા મેદાનમાં માતાનો મૃતદેહ સળગાવવા માટે પ્રયાસ કર્યો હતો. માતાના મૃતદેહ પાસે જ ઓમ નમ: શિવાયના જાપ કરવા લાગ્યો હતો. 


બેફામ બન્યા ભાજપના નેતા, હવે મોરબીમાં બર્થડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડ્યા

જો કે આગ જોઇને સ્થાનિકો એકત્ર થયા હતા. ગોત્રી પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. લોકોએ માતાની હત્યા કરનારા પુત્રની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનાની જાણ થતા વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતી મહિલાની પુત્રી અને તેમનો જમાઇ પણ ઘટના સ્થલે આવ્યા હતા. ગોત્રી પોલીસ મથકના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube