બે પ્રેમીઓની એક જ ગર્લફ્રેન્ડ : યુવતીના પામવા માટે બે યુવકો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ
Gujarat Highcourt : એક યુવતીના પામવા માટે તેના બંને પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો... એક પ્રેમીએ બીજા પ્રેમી પર હુમલો કર્યો
Love Story : બે પ્રેમીઓની એક જ ગર્લફ્રેન્ડ કે એક યુવતીના બે પ્રેમી... આજકાલ આવા કિસ્સાઓ બહુ ચર્ચામાં છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. એમ કહો કે આ લવટ્રાયેન્ગલનો કિસ્સો છે. મારે જેની સાથે સંબંધ છે તેની સાથે સગાઈ કેમ કરે છે એવુ કહીને યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમી પર હુમલો કર્યો. આ સમગ્ર મુદ્દો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો અંકિત ત્રિવેદી નામનો એક યુવક ગુજરાત હાઈકોર્ટમાં ડીવાયએસઓ તરીકે નોકરી છે. તેનો મિત્ર પરેશ પટેલ પણ ડીવાયએસઓ તરીકે હાઈકોર્ટમાં ફરજ બજાવે છે. અંકિત એક વર્ષ પહેલા નિયતિ નામની એક યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે અવારનવાર ચર્ચા અને વાતચીત થઈ. જેથી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. તેથી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેએ આ વાત પરિવારને કહી તો બંનેના પરિવારજનોએ લગ્ન માટે ના પાડી દીધી.
વરસાદનો સરક્યુલેશન રુટ બદલાયો, આજે આ 4 જિલ્લામાં યલો એલર્ટ અને 2 જિલ્લામાં રેડ એલર્ટ
જોકે, બંને વચ્ચે સંપર્ક કપાયો ન હતો. પરિવારની મંજૂરી ન હોવા છતાં બંને એકબીજા સાથે વાત કરતા હતા. આખરે બંનેની સગાઈ માટે પરિવાર માની ગોય હતો. જેથી અંકિતે તેના મિત્ર પરેશને કહ્યું કે, મારી અને નિયતિની સગાઈ નક્કી થઈ ગઈ છે. ત્યા પરેશે કહ્યું કે, મારે પણ નિયતિ સાથે સંબંધ છે, તો તુ તેની સાથે કેવી રીતે સગાઈ કરી શકે.
આ બાદ મામલો વણસ્યો હતો. બંને યુવકોએ એક યુવતીને પામવા માટે ઝગડો કર્યો. જે બાદ બંને યુવકો એકબીજા સાથે બોલતા ન હતા. પરંતું એક દિવસે અંકિત પર પરેશનો ફોન આવ્યો હતો, અને તેણે મળવા બોલાવ્યો હતો. ત્યારે પરેશે અંકિત પર લોખંડના પાવડાથી જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલાથી અંકિત બેભાન થયો હતો, અને લોહીલુહાણ થઈ ગયો હતો. તો પરેશ ત્યાંથી ભાગી ગયો હતો. જેથી અંકિતે પરેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.
આમ, એક યુવતીના પામવા માટે તેના બંને પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો.
(નોંધ - આ લેખમાં તમામ પાત્રના નામ બદલવામાં આવ્યા છે)
આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ઘાતક આગાહી, આ ચાર જિલ્લાવાળા ખાસ સાચવજો