ઉદય રંજન/અમદાવાદ: કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલનો લાફાકાંડ હજી ખાળે પણ નથી પડ્યો ત્યાં તો અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલના પ્રચાર કરવા માટે પહોચ્યો ત્યારે સભામાં હાર્દિકે સભા સંબોધવાની શરૂઆત કરતા જ લોકો ઉગ્ર થયા અને મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસ દ્વારા સભાને સ્થગિત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકની સભામાં છુટ્ટા હાથની મારામારી કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલે લોકોના ટોળાને ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલની સભામાં પ્રચાર કરવામાં આવ્યો હતો.


મહત્વનું છે, કે સબા સ્થળ પરથી પોસ્ટરો મળ્યા હતા જેમાં વી વોન્ટ ગબ્બર લખેલું છે. એટલે એ બાબત સ્પષ્ટ થઇ રહી છે, કે હાર્દિક પટેલનો વિરોધ કરવા માટે અલ્પેશ કથીરિયાના લોકો આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું. 



નીખિલ સાવાણીએ કર્યા અલ્પેશ કથીરિયાના સમર્થકો પર આક્ષેપ 
હાર્દિકની સભામાં થયેલા હોબાળા અંગે નીખિલ સવાણીએ કહ્યું કે, જે લોકો સભામાં હોબાળો કરવા માટે આવ્યા હતા તે તમામ લોકો અલ્પેશ કથીરિયાના પોસ્ટરો સાથે આવ્યા હતા. હોબાળો કરનારા આ લોકોએ સભા સ્થળ પર હોબાળો કર્યો અને ખુરશીઓ ઉછાળી હતી. અને મારામારી કરી હતી. 


ગીતા પટેલે કર્યા ભાજપ અને પોલીસ પર પ્રહાર 
કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર ગીતાબેન પટેલ દ્વારા સભામાં થયેલા હોબાળાને લઇને ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. અને પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, પોલીસ પણ ભાજપના સહારે ચાલી રહી છે. ગીતાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ભાજપ દ્વારા પોલીસની આડમાં આ પ્રકારના હોબાળો કરવામાં આવી રહ્યો છે.


હાર્દિકે પોલીસને સુરક્ષા અંગે લખ્યો હતો પત્ર
હાર્દિક પટેલે અમદાવાદ પોલીસ કમિશનરને 19 તારીખે તેની સુરક્ષાને લઇને પત્ર લખ્યો હતો. વિરાટનગરમાં યોજાનારી સભામાં સુરક્ષા પૂરી પાડવા અંગે માગ કરી હતી. હાર્દિકે પત્ર લખીને પોતાના ઉપર જીવલેણ હુમલો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

સુરતથી આવેલા લોકોની પોલીસે કરી ધરપકડ
હાર્દિકની સભામાં થયેલા હોબાળા બાદ પોલીસ દ્વારા હોબાળો કરનાર પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા પાંચો લોકો અલ્પેશ કથીરિયાના કાર્યકરો હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસે આપેલી માહિતીમાં પોલીસે ઉલ્લેખ કર્યો કે, આ લોકો અલ્પેશના સમર્થકો છે અને હાર્દિકનો વિરોધ કરવા માટે આવ્યા હતા.