ધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર, 174 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા
:75 દિવસના લોકડાઉન બાદ આખરે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ www. gseb. org પરથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને હાલ માર્કશીટ કે અન્ય સર્ટિફિકેટ મળશે નહીં, તેના માટેની તારીખ આગામી સમયમાં શિક્ષણ વિભાગ જાહેર કરશે. અંદાજે 10.80 વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધોરણ 10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતું.
અતુલ તિવારી/અમદાવાદ ::75 દિવસના લોકડાઉન બાદ આખરે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ www. gseb. org પરથી પરિણામ મેળવી શકશે. આ વર્ષે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા ઓછું છે. ગત વર્ષ કરતા 5 ટકા પરિણામ ઓછું જાહેર થયું છે. ગત વર્ષે ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. આ વર્ષના પરિણામાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ છે. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ છે. વિદ્યાર્થીઓને હાલ માર્કશીટ કે અન્ય સર્ટિફિકેટ મળશે નહીં, તેના માટેની તારીખ આગામી સમયમાં શિક્ષણ વિભાગ જાહેર કરશે. અંદાજે 10.80 વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામ પર ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી એમ.એમ.પઠાણે જણાવ્યું કે, ધોરણ-10 નું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. 74.66 ટકા સાથે સુરત શહેર પ્રથમ ક્રમે છે. ગત વર્ષે ધોરણ 10 નું પરિણામ 66.97 ટકા હતું, વર્ષે 6 ટકા પરિણામ ઓછું આવ્યું છે. વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લો બન્યું છે જ્યાં પરિણામ 94.78 ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે, જ્યાં 47.47 ટકા રિઝલ્ટ છે. 100 ટકા પરિણામ ધવરાવતી શાળાઓ 291 છે. તો 30 ટકા ઓછું પરિણામ ધરાવતી શાળા 1839 ટકા છે. ગત વર્ષે 995 શાળાઓ હતી, આ વખતે 50 ટકા શાળાઓનો તેમાં વધારો થયો છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળા ગત વર્ષે 63 હતી, જ્યારે આ વર્ષે 174 શાળાઓ ઝીરોથી ઓછું પરિણામ હાંસલ કર્યું છે.
માત્ર 8-9 કલાકની મહેનતથી આ અમદાવાદી વિદ્યાર્થીઓ બન્યા ટોપર
પરિણામ પર નજર કરી એ તો, વિદ્યાર્થીઓનં પરિણામ 56.53 ટકા છે, અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 66.02 ટકા છે. ગુજરાતી માધ્યમ નું પરિણામ 57.54 ટકા
અંગ્રેજી માધ્યમનું પરિણામ 86.75 ટકા
હિન્દી માધ્યમ નું 63.94 ટકા
ગણિત વિષયમાં કુલ 3 લાખ 10 હજાર 833 વિદ્યાથીઓ નાપાસ
39 ટકા વિધાથીઓ ગણિતમાં નાપાસ થયા છે
ઉલ્લેખનીય છે કે, પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓનું કહેવુ છે અંગ્રેજી અને ગણિતનું પેપર બહુ જ અઘરુ હતું, જેથી મોટાભાગના વિદ્યાર્થીઓને આ વિષયોમાં માર પડ્યો છે. જેની અસર પરિણામ પર દેખાઈ રહી છે.
રાજ્યભરમાંથી 10.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
લાંબી રાહ જોયા બાદ આખરે પરિણામ આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશી છવાઈ હતી. રાજ્યભરમાંથી ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાઇ હતી. અમદાવાદમાં ધો-10ની 1,17,177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ અમદાવાદમાં 39 કેદીઓ જેલમાંથી એક્ઝામ આપી હતી.
અમદાવાદના વિદ્યાર્થીએ 99.41 પર્સન્ટાઈલ મેળવ્યાં
પરિણામ જાહેર થતા જ તમામ વિદ્યાર્થીઓ વેબસાઈટ ચેક કરવા લાગ્યા હતા. અમદાવાદના નવરંગપુરાની એજી સ્કૂલના વંશીલ ઓઝાએ 99.41 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આવું બેસ્ટ પરિણામ લાવવા માટે વંશીલ રોજ 8 થી 9 કલાકની મહેનત કરતો હતો. આજે ઇચ્છીત પરિણામ મળતા તેનો પરિવાર ખુશ થયો છે. વંશીલે પોતાની આ સફળતાનો શ્રેય માતા-પિતા, શિક્ષકોને આપ્યો. તે ધોરણ 11માં A ગ્રુપ લઈ એન્જીનીયરીંગમાં આગળ કારકિર્દી ઘડવા માગે છે.
રાજકોટમાં રેઢી મળી હતી ઉત્તરવહી
રાજકોટમાં પણ આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 189 બિલ્ડિંગના 1840 બ્લોક પરથી 54,579 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, રાજકોટમાં જેતપુર હાઇવે પરથી મહેસાણાના ગણેશપુરા કેન્દ્રથી બસમાં મુકાયેલ 1200 જેટલી વિજ્ઞાન ટેક્નોલોજીની ઉતરવહી રેઢી મળી હતી, જેને લઇ વિદ્યાર્થીઓમાં ચિંતા હતી. જો કે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધી 5 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર