Board Exam 2023 : ગુજરાતમાં હવે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે સજાની વિવિધ જોગવાઈઓ જાહેર કરી છે. પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાને પગલે બોર્ડ પણ કડક બન્યું છે. બોર્ડે દરેક શાળાઓને સજાઓની એક નકલ જાહેર બોર્ડ પર લગાવવા માટે આદેશ કર્યો છે. એટલુ જ નહીં આ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવાનું પણ કહ્યું છે. આ પરીક્ષા પહેલા બોર્ડ કડક બન્યું છે અને પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સજાની જોગવાઈઓ જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડમાં નવા નિયમો 
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૧૮માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ ના સેકશન ૪૩ માં સુધારો કરીને નવી જોગવાઈ લાગુ કરવામા આવી હતી. ૨૦૧૮ માં પહેલાની જુની જોગવાઈઓ મુજબ માત્ર ૧૦૦ થી ૨૦૦ રૂપિયાનો દંડ અને બે માસ સુધીની જ સજાની જોગવાઈ હતી. પરંતુ ૨૦૧૮માં બોર્ડે સેકશન ૪૩ માં મહત્વનો સુધારો કરીને સ૨કા૨ની મંજૂરીથી પેપર લીક કે પેપર ફુટવાની ઘટનામાં દોષિતોને ત્રણ વર્ષ સુધીની સજા કે બે લાખ સુધીનો દંડ થઈ શકે તેવી જોગવાઈ લાગુ કરી હતી. હવે આ જોગવાઈઓ લાગુ પડશે. વિદ્યાર્થીઓને થનાર સજાનું કોષ્ટક મોકલી આપવામાં આવ્યું છે. 


આ પણ વાંચો : 


જુનિયરને લાભ અને સંજય શ્રીવાસ્તવ રહી ગયા, હવે આ બની શકે અમદાવાદના નવા CP


આનું નામ સાહસ, એક જ દિવસમાં 27 કચ્છી યુવકો કચ્છના 6 ડુંગરો ખૂંદી વળ્યા


૩૩ પ્રકારના ગુના સામે સજાની જોગવાઈ 
જેમાં કોષ્ટકમાં પરીક્ષાથી માટે કુલ ૩૩ પ્રકારના ગુના સામે સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાંથી ૮૦ ટકા કેસમાં વિદ્યાર્થીનું પરીક્ષાનું પરિણામ ૨દ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે જે તે સંબંધિત વિષયને લગતી હસ્તલિખિત કાપલી, નોટ્સ, માર્ગદર્શિકા, ટેક્ષબુક, નકશો વગેરે મળશે તો પરીક્ષાથીને પરીક્ષા પૂર્ણ થાય બદલ સુધી લખવા દેવાશે. પરંતુ પરીક્ષામાં જે વિદ્યાર્થી કાપલી કરતાં ઝડપાશે તેને ચાલુ વર્ષે અને એ પછીનું વધુ એક વર્ષ પરીક્ષા આપવા નહી મળે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીની ઉત્તરવહીમાથી અન્ય વિદ્યાર્થી કોપી કરતો ઝડપાશે તો બંને વિદ્યાર્થીની સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવશે. 


પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા તો રિઝલ્ટ નહીં આવે એ નક્કી 
પરીક્ષાની કામગીરીથી માંડી કોઈ પણ તબક્કે ગેરરીતિમાં પકડાયેલ કર્મચારી, શિક્ષક કે આચાર્ય માટે પણ બોર્ડે ૨૦૧૯ માં સજાની જોગવાઈઓ નક્કી કરી છે. જેમાં કર્મચારી-શિક્ષક-આચાર્યને પરીક્ષા કામગીરીથી કામય માટે બાકાત કરવા, મહેનતાણું રોકવુ, સેવાપોથીમાં નોંધ કરવી, પોલીસ ફરિયાદ કરવી, ઈજાફો અટકાવવો અને પાંચ હજારથી લઈને ૧૦ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરી છે. આમ હવે પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા તો રિઝલ્ટ નહીં આવે એ નક્કી છે.


આ પણ વાંચો : 


ગુજરાતમાં અહી રમાય છે વૃંદાવન જેવી 40 દિવસની હોળી, તસવીરો જોઈને વ્રજની હોળી ભૂલી જશો