હિતલ પારેખ/ગાંધીનગર :ગત રોજ ધોરણ 10 ના હિન્દીના પેપર ફૂટવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. દાહોદ પેપર ફુટવાનું એપિ સેન્ટર નીકળ્યુ છે. દાહોજના સંજેલી ગામમાંથી પેપર વાયરલ થયુ હોવાનો ખુલાસો થયો છે. પેપર વાયરલ થવા મુદ્દે દાહોદ પોલીસે 5 લોકોને ઓળખી કાઢ્યા છે. જેમાંથી પેપર વાયરલ કરનાર 4 લોકોની પોલીસે અટકાયત કરી છે. જોકે, વાયરલ કરનાર એક વ્યક્તિ હજુ પોલીસની પકડથી બહાર છે. દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો નોંધ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર ફૂટવાની ઘટનામાં શિક્ષકનો રોલ
ધોરણ 10 નું પેપર વાયરલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં દાહોદના સંજેલી મેડિકલ સ્ટોર ચલાવતા યુવકનું નામ સામે આવ્યુ હતું. સંજેલીના ઘનશ્યામ ચારેલના આઈડી પરથી પેપર લીક થયુ હતું. જેથી દાહોદ પોલીસ સંજેલી પહોંચી હતી અને ઘનશ્યામની તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો કે, ઘનશ્યામ નામના વ્યક્તિએ ફેસબુક પર પેપર વાયરલ કર્યું હતું. ઘનશ્યામ નામના શખ્સને સુરેશ ડામોરે પેપર મોકલ્યું હતું. સુરેશ ડામોરનો પુત્ર ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેથી સુરેશ ડામોરે પેપર માટે શૈલેષનો સંપર્ક કર્યો હતો. શૈલેષ પટેલ સંજેલીની વૃંદાવન આશ્રમ શાળાના શિક્ષક છે. શૈલેષે સુરેશનો સંપર્ક અમિત તાવિયાડ સાથે કરાવ્યો. અમત તાવિયાડ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શૈલેષના ઓળખીતા છે. સંપર્ક બાદ અમિતે સુરેશને 10.47 એ પેપર જવાબ સાથે મોકલ્યું હતું. સુરેશે પેપરની પ્રિન્ટ કાઢવા મિત્ર જયેશ ડામોરને ઘરે બોલાવ્યો હતો. જયેશ ડામોરે પ્રિન્ટ કાઢવા માટે ઘનશ્યામને પેપર મોકલ્યું હતું. જેમાં ઘનશ્યામે પેપરની પ્રિન્ટ કાઢી ફેસબુક પર વાયરલ કર્યું હતું. ત્યારે દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો દાખલ કર્યો છે. 


આ પણ વાંચો : પરીક્ષા પૂરી થવાની 30 મિનિટ પહેલા ધોરણ-10 નું હિન્દીનું પેપર વાયરલ થયું 


અમિત ક્યાંથી પેપર લાવ્યો
ઘનશ્યામ ડામોરે જે પેપર ફેસબુક પર વાયરલ કર્યું એ અમિત તાવિયાડ પાસે આવ્યુ હતું. આ પેપર પર જવાબો લખેલા હતા. સૌથી પહેલા પેપર અમિત તાવિયાડ પાસે આવ્યુ હતું. ત્યારે અમિત તાવિયાડ પાસે પેપર ક્યાંથી આવ્યુ તે તપાસનો વિષય છે. 


શિક્ષણ વિભાગે પહેલા ફૂટવાને લઈને નનૈયો ભર્યો હતો
ઉલ્લેખનીય છે કે, પેપર જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતું ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આને પેપર ફૂટ્યું ન કહેવાય. આમ, શિક્ષણ વિભાગે પહેલા તો પેપર ફૂટવાની વાતને લઈને નનૈયો ભર્યો હતો. પરંતુ બાદમાં ભાંડો ફૂટ્યો હતો. 


રાજ્યમાં આજે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા, પાણી પીવા પણ બહાર નહિ જઈ શકાય

વિકાસની વાતો હવામાં, અહી તો બાળકો પણ પંખા વગરની આંગણવાડીમાં ભણી રહ્યા છે!!!


ગુજરાતમાં ચોથી લહેર આવી? નવા XE કોરોના વેરિયન્ટની થઈ એન્ટ્રી, પહેલો દર્દી વડોદરાનો નીકળ્યો