Board Exam 2024 : બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના કલાકો બાકી છે. આવામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ અવનવા ગતકડા કરતા હોય છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાતા હતા. પરંતું હવે પરીક્ષામાં સ્માર્ટ વોચ પણ નહિ ચાલે. જો કોઈ વિદ્યાર્થી સ્માર્ટ વોચ સાથે પકડાશે તો તેની સામે ફરિયાદ થશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્માર્ટ વોચ નહિ લઈ જઈ શકાય
બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી સ્માર્ટ વોચ લઈ જઈ નહિ શકે. દર વર્ષે અંદાજે 15 જેટલા વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા હોય છે. પરંતુ પરીક્ષા કેન્દ્ર પર સ્માર્ટ વોચ પણ પ્રતિબંધિત કરાઈ છે. જો કોઈ સ્માર્ટ વોચ સાથે કેન્દ્રમાં આવશે તો તે વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ થશે. હાલ યંગસ્ટર્સમાં સ્માર્ટ વોચનો ક્રેઝ છે, પરંતુ સ્માર્ટ વોચ ચોરી પણ થઈ શકે છે, તેથી તેને અટકાવવા આ પ્રકારની સૂચના જાહેર કરવામાં આવી છે.


બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર : ખુશ થઈ જશો આ ખબર સાંભળીને


વિદ્યાર્થીઓ માટે અન્ય સૂચનાઓ
વિદ્યાર્થીઓની ગેરરીતિમાં પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે, જવાબવહીખંડ નિરીક્ષકને ન સોંપવામાં આવે, ડમી વિદ્યાર્થીને બેસાડ્યો હોય, ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ અથવા અન્ય પ્રતિબંધિત વિજાણું ઉપકરણો જેવા કે કેમેરેવાળી ઘડિયાળ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલક્યુલેટર, સાયન્ટિફિક કેલક્યુલેટર નહિ લાવી શકે. વિદ્યાર્થી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ નહિ લાવી શકે. આવા કેસમાં પોલીસ ફરિયાદ થશે. તેમજ પરીક્ષાનું પરિણામ રદ કરવા તેમજ ત્યાર પછીની એક-બે અથવા તો ત્રણ પરીક્ષામાં વિદ્યાર્થીને બેસવા નહિ દેવાય. 


વડોદરામાં 22 કેદી આપશે પરીક્ષા
વડોદરામાં 70 હજારથી વધુ વિધાર્થીઓ માટે 75 પરીક્ષા કેન્દ્રની ફાળવણી થઈ ગઈ છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ એક પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. સેન્ટ્રલ જેલના 22 કેદીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે. સેન્ટ્રલ જેલના 13 કેદીઓ ધોરણ 10 ની અને 9 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે.


આખા દેશમાં પરીક્ષાની પેટર્ન બદલાશે, હવે પુસ્તકો જોઈને આપી શકાશે પરીક્ષા


સીસીટીવીનું એન્ગલ યોગ્ય રીતે ગોઠવાય તેવી સૂચના 
બોર્ડની પરીક્ષામાં લાલિયાવાડી ન ચલાવવા અમદાવાદની ડીઈઓએ સંચાલકોને તાકીદ કરી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 11ની પરીક્ષાને લઈ DEO ની સંચાલકોને સ્પષ્ટ આદેશ કરાયો છે. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર તપાસમાં બેદરકારી ન રાખવા સૂચના અપાઈ. ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા બંધ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે. તેમજ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાનું એન્ગલ યોગ્ય રીતે ગોઠવવામાં આવે.


કોઈની મદદ વગર બોર્ડની પરીક્ષા આપશે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી, ગુજરાતનો પ્રથમ કિસ્સો