ચેતન પટેલ/સુરત :સુરતમાં ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીની માસ પ્રમોશનથી ખુશી માતમમાં ફેરવાઈ છે. વિદ્યાર્થી બાથરૂમમાંથી બેભાન મળ્યા તેનુ મોત નિપજ્યું છે. માસ પ્રમોશનથી પાસ થઈને ખુશ રહેતા વિદ્યાર્થીનું આખરે કેવી રીતે મોત થયું તે શંકાસ્પદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલથાણ વિસ્તારમાં રહેતા સુરેન્દ્ર શર્મા ટ્રાન્સપોર્ટસનો વેપાર કરે છે. તેમને સંતાનમાં બે દીકરા છે. જેમાંથી લલિત નામનો એક દીકરો છે. લલિત ધોરણ-12 માં અભ્યાસ કરતો હતો. હાલ શર્મા પરિવારમાં ખુશીનો માહોલ હતો. ધોરણ 12 મા હોવાથી માસ પ્રમોશન મળવાને કારણે લલિત ખુશ હતો. ગઈકાલે અચાનક લલિત બાથરૂમમા પડી ગયો હતો. અંદરથી પડ્યાનો અવાજ આવતા નાના ભાઈએ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ અવાજ આવ્યો ન હતો.


આ પણ વાંચો : હાર્દિક પટેલનો આરોપ, ગુજરાત સરકાર ત્રીજી લહેર માટે ગંભીર હોય તેવુ લાગતું નથી


અંદરથી કોઈ જવાબ ન મળતા પરિવારે બૂમાબૂમ કરી હતી. આ જાણી પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. બાથરૂમની વેન્ટિલેટરની બારી તોડી એક નાના બાળકને બાથરૂમમાં ઉતારી અંદરથી દરવાજો ખોલ્યો હતો. ત્યારે લલિત બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. લલિતને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનુ હાર્ટ બંધ થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ગણતરીના કલાકોમાં લલિતનું મોત નિપજ્યું હતું. 


આ પણ વાંચો : રાજ્યમાં હીરા ઉદ્યોગને કોરોનાકાળ ફળ્યો, એપ્રિલના એક્સપોર્ટમાં ચળકતી તેજી જોવા મળી 


જોકે, હજી સુધી લલિતના મોતનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. આ મામલે અલથાણ પોલીસને જાણ કરાઈ છે. લલિતના મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ બાદ લલિતના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન હરિયાણા લઈ જવામાં આવ્યો
હતો.