હાર્દિક પટેલનો આરોપ, ગુજરાત સરકાર ત્રીજી લહેર માટે ગંભીર હોય તેવુ લાગતું નથી

હાર્દિક પટેલનો આરોપ, ગુજરાત સરકાર ત્રીજી લહેર માટે ગંભીર હોય તેવુ લાગતું નથી
  • હાર્દિક પટેલે કહ્યું કે, પંજાબ સરકારના તર્જ પર ગુજરાત સરકારે પણ ગામડાઓમાં 100% વેક્સીનેશનનું કામ થાય તે માટે કામ કરવું જોઈએ

ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (hardik patel) રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કોરોના મહામારી અંગે ચિંતા જગાવી છે. તેમણે પત્રમાં કહ્યું કે, પંજાબની જેમ ગુજરાતમાં પણ વેક્સીનેશનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવા માંગ કરી છે. સાથે જ તેમણે પત્રમાં કહ્યું કે, ગુજરાત સરકાર ત્રીજી લહેર માટે ગંભીર હોય તેવુ લાગતી નથી. 

સરકારને વેક્સિનેશનમાં દાર્યુ પરિણામ ન મળ્યું - હાર્દિક પટેલ 

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું કે, પંજાબ સરકારે 100 ટકા વેક્સીનેશન કરનારા ગામડાઓને 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. તેથી પંજાબની જેમ ગુજરાત સરકાર પણ 100 ટકા વેક્સીનેશન કરનાર ગામને 5 લાખની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરે. આવી જાહેરાતથી કોરોના સામેની લડાઇ મજબૂત બનવાનો પત્રમાં હાર્દિકનો દાવો કર્યો છે. સાથે જ સરકાર સંભવિત ત્રીજી વેવ માટે ગંભીર ન હોવાનો અને કોરાના સામે રક્ષણ મેળવવા માટે વેક્સીન અક્સીર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સરકાર છેલ્લા એક મહિનાથી વેક્સિન આપવાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ તેમાં ધાર્યુ પરિણામ નથી મળી રહ્યું તે સરકાર પણ સમજે. પરંતુ સરકાર સ્વીકારતી નથી. આ વાત નિર્વિવાદિત છે. 

ગુજરાત સરકાર પંજાબની જેમ કામ કરે 

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પંજાબ સરકારના તર્જ પર ગુજરાત સરકારે પણ ગામડાઓમાં 100% વેક્સીનેશનનું કામ થાય તે માટે કામ કરવું જોઈએ. હું ગુજરાત સરકારને સલાહ નથી આપતો, પરંતુ જો ગુજરાત સરકાર જાહેરાત કરે કે જે ગામમાં 100% વેકસીનેશનની પ્રકિયા થશે તે ગામને વિકાસ માટે ૫ લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. આ જાહેરાતથી કોરોના સામે લડાઈ મજબૂત બનશે અને વિકાસના કામમાં પણ વધારો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news