સંદીપ વસાવા/કડોદરા: સુરતના કડોદરા વિસ્તારમાં હેવાનોની હેવાનીયત ફરી એકવાર સામે આવી છે. 18 તારીખે કડોદરાના તાતીથૈયા વિસ્તારમાંથી ગૂમ થયેલી સગીરાની અર્ધ નગ્ન અવસ્થામાં ઘર નજીકથીજ ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો છે. જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે શિસ્તબંધ પાર્ટી? છોટાઉદેપુરમાં ભાજપે કુખ્યાત બુટલેગરના સ્ટેજ પર કર્યા હારતોરા


કડોદરા વિસ્તારમાં હાલ થોડા માસ પહેલા જ એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ખંડણી નહિ આપતા બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી. તેવીજ ઘટના ફરી એકવાર સામે આવી છે. 18 તારીખના રોજ કડોદરા નજીક આવેલા પલસાણા તાલુકાના તાતી થૈય ગામની એક સોસાયટીમાંથી 10 વર્ષીય બાળકી ગુમ થઈ ગઈ હતી. બાળકી ગુમ થવાને લઈ આખી જિલ્લાની પોલીસ બાળકીને શોધવા લાગી હતી. વિસ્તારના તમામ સીસીટીવી ફન્ફોડી નાખવામાં આવ્યા હતા. તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસ બાળકીને શોધવાના તમામ પ્રયત્ન કરી રહી હતી જોકે બાળકીની ભાળ મળી નહોતી.


ZEE 24 Kalak Exclusive; ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો અંત


આજ રોજ બાળકીના ઘર નજીક માત્ર 300 મીટરના અંતરે આવેલા ખેતરના માલિક ખેતરે જતા ખેતરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જેને લઇ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા ખેતર નજીક ઝાડી ઝાંખરમાંથી દુર્ગંધ આવી રહી હોવાનું માલુમ પડતા ત્યાં તપાસ કરતા કોઈક મૃતદેહ પડ્યો હોવાનું જણાતા ખેતર માલિકે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી કડોદરા પોલીસે ચેક કરતા મૃતદેહ ગુમ બાળકીનો હોવાનું સામે આવ્યું હતું.


હોળી પહેલાં હૈયાહોળી કરાવે તેવી અંબાલાલની આગાહી; જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું? 


ઘટનાને લઈ સમગ્ર જિલ્લાની પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઝાડી ઝાંખરામાંથી મળી આવેલો બાળકીનો મૃતદેહ અર્ધ નગ્ન અવસ્થામાં હતો. જેથી પોલીસને બાળકી સાથે કઈંક અજુગતું હોવાની શંકા છે. ઘટનાને લઈ પલસાણા મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ફોરેન્સિકની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો છે. મૃતદેહ જોતા બાળકી સાથે દુષ્કર્મ થયા બાદ હત્યા કરી નાખી હોવાની શંકા સેવાઈ રહી છે. 


ચારેબાજુ ગૂંજ્યો જય રણછોડ, માખણ ચોરનો નાદ...ડાકોર મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ