હોળી પહેલાં હૈયાહોળી કરાવે તેવી અંબાલાલ પટેલની આગાહી; જાણો આ વર્ષે કેવું રહેશે ગુજરાતમાં ચોમાસું?

Ambalal Patel Prediction For Holi 2024: ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરશે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે. હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. ત્યારે હોળી પહેલા અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે. 

1/7
image

અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. 24 તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.  

26 માર્ચ થી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો

2/7
image

ગુજરાતમાં 26 માર્ચ થી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ જેવી મુશ્કેલીઓ આવવાના એંધાણ છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં ઑક્ટોબર મહિના સુધી વરસાદ આવવાની શક્યતા સાથે ખેડૂતો માટે આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારું રેહવાની શક્યતા વ્યક્ત કરી હતી.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 

હોળી પહેલા અંબાલાલ પટેલની આગાહી

3/7
image

હોળી પહેલા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હોળીના દિવસે ચાર દિશા અને ચાર ખૂણા એટલે કે આઠે દિશાનો પવન કેવો રહેશે તે હવામાન નિષ્ણાતે અત્યારથી જ જણાવી દીધું છે. હોળીમાં પવનની દિશા ઉપરથી જાણી શકાય કે હવામાન કેવું રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરનો પવન ફંકાય તો શિયાળો લંબાય જો કે વરસાદ પુષ્કળ થાય. પશ્ચિમ અને સૂર્યો પવન ફંકાય તો પણ વરસાદ સારો થાય. નૈઋત્યનો પવન ફૂંકાય તો સાધારણ વરસાદ થાય. દક્ષિણનો પવન ફૂંકાય તો વર્ષ નબળું અને રોગની ઉત્પત્તી સૂચવે છે. અગ્નિ દિશાનો પવન ભારે પવન ફૂંકાય, ખરાબ વર્ષનું ચિન્હ જાણવું. પૂર્વનો પવન ખંડવૃષ્ટિ સૂચવે છે. ઇસાની પવન ઠંડીનું સૂચન છે. 

હોળીના દિવસે વરસાદ પડે તો સારો કહેવાય

4/7
image

અંબાલાલ પટેલે કહ્યું કે, જો ચારેય દિશામાં પવન ફૂંકાય અને આકાશે ઘૂમરી લેતો પવન ફૂંકાય તો દુકાળ પડવાની શક્યતા છે. ફાગણ સુદ પૂનમે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય તો સારુ કહેવાય છે. ફાગણ સુદ પૂનમનો ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો એટલો કાળનો જન્મ થાય છે. જે દુકાળ સાબિત થાય છે. ચૈત્રી પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો કાળનું ગર્ભ બંધાય છે. વૈશાખી પૂનમે ફરી આવી નિશાની દેખાય તો કાળ પ્રવર્તે છે. જેઠની પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો દુકાળ પડે છે. તેમણે કહ્યું કે, હોળીના દિવસે વરસાદ પડે તો સારો કહેવાય. જો કે ધુળેટીનો વરસાદ સારો કહી શકાય.

5/7
image

24 તારીખ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.  

માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે

6/7
image

દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટમાં એલર્ટ

7/7
image

આગામી 7 દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રી તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરમી વધશે. રાજકોટમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન જતા યલો એલર્ટ જાહેર કરાયુઁ છે. RMCના આરોગ્ય વિભાગે ગરમીને લઈને લોકોને બપોરે સાવચેત રહેવા અપીલ કરી છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. ડી હાઇડ્રેશનનું પ્રમાણ રોકવા લોકોએ લીંબુ પાણી, છાસ અને ORSનો ઉપયોગ કરવો તેવું જણાવાયું છે. 

gujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastAmbalal PatelIMDIndia Meteorological DepartmentIMD Alertઆજનું હવામાનવરસાદની આગાહીવાતાવરણમાં મોટો ફેરફારકમોસમી વરસાદની આગાહીHeavy Rainsભારેથી અતિભારે વરસાદની આગાહીકમોસમી વરસાદgujarat rainભીષણ ગરમીની આગાહીગરમીHeatwaveheat strokeMonsoon Prediction from HoliMonsoon Prediction by Ambalal PatelMeteorologist Ambalal PatelgandhinagarrainthunderstormNatural Phenomena on Earthહોળી પરથી ચોમાસાનું અનુમાનચોમાસુને લઈ અંબાલાલ પટેલનું અનુમાનહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલહોળીનો પવનહોળીનો પવન જોઇ અંબાલાલે કરી ભવિષ્યવાણીવરસાદનો વરતારોહોળી