નવનીત દલવાડી, ભાવનગર : છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં બોગસ બીલિંગના કાળા કારોબારને લઇ ચકચાર મચી છે. બોગસ બીલિંગના કાળા કારોબારને ડામવા જીએસટી વિભાગ દ્વારા અનેક જગ્યાઓ પર રેડ કરાઈ છે. આ રેડ પછી કરોડો રૂ.ના બોગસ બીલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગ દ્વારા રાજ્યના કોઈપણ મથક પર કરવામાં આવેલી રેડમાં ભાવનગર (Bhavnagar)નું કનેક્શન ખુલવા પામ્યું છે. ભાવનગર હવે બોગસ બીલિંગના કાળા કારોબારનું પણ ટર્મિનસ બની ગયું છે તેમ કહેવું પણ ખોટું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જીએસટી વિભાગ દ્વારા ગત વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં કુલ ૯૦૦ કરોડના બોગસ બીલિંગનો કાળો કારોબાર ઝડપી પાડી તેમાં કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભાવનગરમાં સ્ટેટ જીએસટી દ્વારા રૂ.૩૯૯ કરોડના બોગસ બીલિંગ કૌભાંડમાં મુન્ના પાંપણ અને ત્યારબાદ મહમદરજા નાસિરહુસૈન કેશવાણી ઉર્ફે મહંમદ ચિકનની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ લોકોને જેલ હવાલે કરતા પહેલા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમાં તેઓ આ કાળા કારોબારને કેવી રીતે અંજામ આપી રહ્યા છે તેની મોડેસ ઓપરેન્ટી અંગે વિગતો મેળવી હતી. આ વિગતો સાંભળીને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 


ભરૂચઃ જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની ઘટના, ત્રણ લોકોના મોત


આ કૌભાંડમાં ગરીબ, અભણ, ઓછું અક્ષરજ્ઞાન, પછાત અને મજુરી કરતા લોકોને લાલચ આપી તેમના દસ્તાવેજો જેવાકે રોકડ રકમની લાલચ આપી તેમના દસ્તાવેજો પર જીએસટી નંબર નોંધણી કરાવી બોગસ કંપનીઓ અલગ અલગ નામે ઉભી કરી બોગસ બીલિંગના કાળા કારોબારને અંજામ આપવામાં આવતો હતો. 


શું છે બોગસ બીલિંગ?
અનેક જગ્યાઓ પર જીએસટી વિભાગે રેડ કરી અને બોગસ બિલીંગના કાળા કારોબારને ઝડપી પાડ્યો છે પરંતુ આ બોગસ બિલીંગ છે શું એ જાણવું આ તકે જરૂરી છે. બોગસ બીલિંગ બે પ્રકારના હોય છે. વેપારીઓ જે માલની ખરીદી કરે છે તેનું બીલ મળી શકે તેમ ના હોય ત્યારે આવા લોકો પાસેથી બીલની ખરીદી કરી વધારાની આઈટીસી મેળવે છે. જયારે બીજાની વાત કરીએ તો એવા વેપારીઓ કે જે બીલ વગરનો જ માલ વહેચે છે એટલેકે બે-નંબર માં જ પોતાનો વેપાર કરે છે અને જેનો માલ એક જગ્યા પરથી બીજી જગ્યા પર મોકલવા જરૂરી ઈ-વે બીલની આવા લોકો પાસેથી ખરીદી કરે છે અને માલ સલામત જે તે સ્થળે પહોચી ગયા બાદ તેને ફાડી ને ફેંકી દેવામાં આવે છે. પહેલા પ્રકારમાં સરકારને મળતું કંઈ જ નથી પણ ઉપરથી ટેક્ષને રીફંડ આપી નુકશાની સહન કરવાનો વારો આવે છે જયારે બીજા પ્રકાર કે જેમાં બે-નંબર નો વેપાર છે તેમાં સરકારને કઈ મળતું નથી અને દેવું પણ નથી પડતું પરંતુ આ બંને પ્રકારના બોગસ બીલિંગ સરકારની તિજોરીને રેવન્યુની ભારે નુકશાની કરાવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....