ભરૂચઃ જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની ઘટના, ત્રણ લોકોના મોત

ભરૂચઃ જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની ઘટના, ત્રણ લોકોના મોત

ભરૂચઃ ભરૂચના જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝમાં ફિલ્ટરમાં પ્રેસર વધવાને કારણે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. 

પ્રાપ્ત વિગત અનુસાર જંબુસરના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. ત્યાં કામ દરમિયાન ફિલ્ટરમાં પ્રેસર વધી ગયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 10 લોકોને ઈજા થતાં તેને સારવાર માટે વડોદરાની જયુપીટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ત્યારબાદ બે લોકોના મોત થયા હતા. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. આ મૃતકોમાં ઐયુબ ઘણી ઘાંચી, અશરફશાહ હુસૈન શાહ દીવાન તથા દયા શંકર નરેશ રાજપૂતનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news